દીકરો હોય તો આવો ; દીકરાએ પિતાનો ૬૧મો જન્મદિવસ યાદગાર બનાવ્યો ; ભેટમાં આવ્યો જમીનનો ટુકડો..

દરેક વ્યક્તિ પોતાના ખાસ લોકોનો જન્મ દિવસ કંઇક ખાસ રીતે ઉજવે એવું ઇચ્છે છે. કેટલાક લોકો પોતાના નજીકના લોકોને એવી ગિફ્ટ આપે છે. જે લાઈફટાઈમ યાદગાર બની જાય છે. ત્યારે સુરતના એક દીકરાએ પણ આવું જ કંઈક કર્યું છે.દીકરાએ તેમના પિતાના જન્મદિવસ પર ચંદ્ન પરની જમીનનો એક નાનકડો ટુકડો ભેટમાં આપ્યો છે. હવે પિતા ચંદ્નનાં માલિક બન્યાં છે.

સુરતના ૬૧ વર્ષીય રવજીભાઈ માલવયા ડાયમંડ કંપનીમાં કામદાર તરીકે ફરજ બજાવે છે. ૦૧ ઓક્ટોબરના રોજ તેમનો જન્મ દિવસ હતો. જેથી તેના જન્મદિવસ પર તેમના પરિવારે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દિવસે તેમનો આખો પરિવાર ભેગો થયો હતો. તેમને એક પાર્સલ આવ્યું હતું. ખોલતા જ રવજીભાઈ ચોંકી ઉઠ્યા હતા .તેમના હાથમાં છે પાર્સલ હતું તેમાં કેટલાક આગળ હતા.

જેમાં લખ્યું હતું કે તેઓ ચંદ્ર પરની એક એકર જમીન માલિક છે. રવજીભાઈ ને તેના ૬૧માં વરસના જન્મદિવસ પર આવી ગિફ્ટ મળશે. તેવું તેને સપનામાં ખ્યાલ નહોતો. આખો પરિવાર તેમની આ ખુશીને વધાવી લીધી હતી. તેમના નાના પુત્ર શૈલેષ માલવિયાએ તેને ચંદ્ર પર જમીનનો ટુકડો ભેટ આપ્યો હતો. તેમનો દીકરો પિતાને આ ખાસ ગિફ્ટ આપવા માંગતા હતા.

https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E&t=2s

તેથી તેણે ચંદ્ર પરની જમીનો વેચતી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. બે મહિના પહેલા જમીન ખરીદવા માટે તેમને ઇમેલ કર્યો હતો. ચંદ્ર પર જમીન મેળવવા બે મહિના લાગ્યા હતા. અને રજિસ્ટ્રેશન ફી તરીકે ૩૭ ડોલર ચૂકવ્યા હતા. તેઓને ખબર નથી કે આગળ તેને કેટલું ચૂકવવો પડશે. છતાં તેઓ પિતાની ભેટ આપવા ગમે તેટલા રૂપિયા ચૂકવવા તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.