કોમેડી કિંગ તરીકે ઓળખાતા કપિલ શર્મા પોતાના ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ની બીજી સીઝન ..

હવે બધા જ તૈયારી કરી લો, કેમ કે પેટમાં દુ:ખવાનું શરૂ થઈ જશે, કોમેડી કિંગ તરીકે ઓળખાતા કપિલ શર્મા ફરી એક વાર પેટમાં દુખે તેટલું હસાવીને લોટપોટ કરશે. મોસ્ટ પોપ્યુલર શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ફરીથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ વાત સંભાળીને ફેંસની ખુશીનો પાર નથી.

ફરી હસાવવા આવી રહ્યા છે કપિલ

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની સીઝન 2 ટૂંક જ સમયમાં આવી રહ્યો છે. મળી આવતી માહિતી પ્રમાણે શો બનાવવા માટે ટીમ 13 ઓગસ્ટ, મંગળવારથી શુટિંગની શરૂઆત કરશે. જેમાં પહેલા એપિસોડમાં ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ની કાસ્ટ સ્પેશિયલ ગેસ્ટ બનીને આવી શકે છે.

પહેલા સિઝનમાં 13 એપિસોડ હતા

વર્ષોથી સોની ટીવી પર ચાલી આવતો કપિલ શર્માનો શો લોકપ્રિય રહ્યો છે. જેની નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની પહેલી સીઝન બનાવાવમાં આવી હતી. નેટફ્લિક્સ પર 30 માર્ચ 2024નાં રોજ કપિલનો પહેલો એપિસોડ લાઇવ કરવામાં આવ્યો હતો, જ્યારે છેલ્લા એપિસોડનું પ્રસારણ 22 જુન 2024એ કરવામાં આવ્યું હતું. કપિલના કોમેડી શોમાં પહેલી સિઝનમાં ફક્ત 13 એપિસોડ હતા.

કપિલની પહેલી સીઝનનો રિસ્પોન્સ કેવો હતો?

કપિલના દરેક શોની જેમ આ શોમાં પણ ફેંસે ખુબ પસંદ કર્યો હતો, પરંતુ અમુક લોકોએ શો રીપીટેટીવ કહીને ક્રિટીસાઇઝ પણ કર્યો હતો. લોકોએ એમ પણ કહ્યું હતું કે શોમાં કંઈ નવુ નથી, આમ બંને બાજુનો રિસ્પોન્સ મળ્યો હતો. જેના કારણે અફવા ઉડવા લાગી હતી કે હવે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ની બીજી સીઝન આવશે નહી. ત્યારે મેકર્સે જણાવ્યું હતું કે આ શોની બીજી સીઝન આવશે, જે તેમને સાચી સાબિત કરી. જો કે લોન્ચ ડેટ અત્યાર સુધી જાહેર કરવામાં નથી આવી, પણ શો બનાવવાની શરુઆત ૧૩ ઓગસ્ટથી કરવમાં આવશે.

સુનીલ ગ્રોવર 7 વર્ષ પછી પાછા ફર્યા

સુનીલ ગ્રોવરની ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ માં એન્ટ્રી ખુબ ચર્ચામાં રહી હતી. કપિલ અને સુનીલ ગ્રોવરનો ઝગડો થયા પછી 7 વર્ષે સુનીલ કપિલના શોમાં આવ્યા હતા, બંનેને એક સાથે જોઇને ફેંસ ખુબ ખુશ થયા હતા.

છેલ્લી સિઝનમાં સુનીલ ગ્રોવર સાથે કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, અર્ચના પુરન સિંહ અને રાજીવ ઠાકુર જોવા મળ્યા હતા. સુત્રો દ્વારા એમ જણાવવામાં આવે છે કે ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ નાં કાસ્ટ સાથે સીઝન 2ની શરૂઆત થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.