જો તમારી પાસે 100 શેર હશે તો થઈ જશે 500 શેર, કંપનીએ કરી સ્ટોક સ્પ્લિટની જાહેરાત

કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેરને 2 રૂપિયાની ફેસ વેલ્યુમાં સ્ટોક સ્પ્લિટ કરશે. તેના માટે 22 માર્ચ, શુક્રવાર રેકોર્ડ ડેટ ફાઈનલ કરવામાં આવી છે. એટલે કે તે દિવસે કંપનીની રેકોર્ડમાં જે શેરહોલ્ડર્સના નામ હશે તેમને લાભ મળશે.

રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતમાં રેફ્રિજરન્ટ વાયુઓના ઉત્પાદક અને ફિલર છે. ખાસ કરીને પર્યાવરણને સ્વીકાર્ય એવા વાયુઓ કે જે ક્લોરો-ફ્લોરો-કાર્બન માટે રિપ્લેસમેન્ટ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે રેફ્રિજન્ટ, ફોમ બ્લોઇંગ એજન્ટ્સ અને એરોસોલ પ્રોપેલન્ટ તરીકે થાય છે. RIL અત્યાધુનિક અને કોમ્પ્યુટર ટેકનોલોજીની મદદથી શ્રેષ્ઠ ગુણવત્તા નિયંત્રણ અને કાર્યક્ષમતાનો ઉપયોગ કરે છે.

રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 7 માર્ચના રોજ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું છે કે, કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેરને 2 રૂપિયાની ફેસ વેલ્યુમાં સ્ટોક સ્પ્લિટ કરશે. તેના માટે 22 માર્ચ, શુક્રવાર રેકોર્ડ ડેટ ફાઈનલ કરવામાં આવી છે. એટલે કે તે દિવસે કંપનીની રેકોર્ડમાં જે શેરહોલ્ડર્સના નામ હશે તેમને લાભ મળશે. જેમની પાસે કંપનીના 100 શેર હશે તો તેઓના 500 શેર થઈ જશે.

રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર 7 માર્ચના રોજ 31.40 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 633.05 ના સ્તર પર ખુલ્યો હતો અને 660.30 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.99 ટકાના વધારા સાથે 660.30 રૂપિયાના સ્તર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 924 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 219.95 રૂપિયા છે.

છેલ્લા 6 મહિનામાં રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને -18.50 રૂપિયાનું વળતર આપ્યું છે. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 156.58 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 402.95 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 1436.65 ટકાનું રિટર્ન આપ્યું છે. પાંચ વર્ષમાં શેરમાં 617.33 રૂપિયાનો વધારો થયો છે.

રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 53.3 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 46.5 ટકા છે. કંપનીમાં કુલ 42,589 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 1460 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 139 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 116 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.