બોટાદના ગઢડા તાલુકાના લાખણકા ગામે પશુઓની રંજાડ અટકાવવા ખેડૂતો તરફથી વાડીના શેઢે ઈલેક્ટ્રીક કરંટ ગોઠવવાની ઘટના સામે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકાગામના ખેડુતે પોતાની વાડીના શેઢે હાઈ પાવરનો ઈલેક્ટ્રીક કરંટ ગોઠવતા બાજુની વાડીમાં ખેત મજુરી કરતા ખેત મજુરને શોક લાગતા ખેત મજુરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થતા મરનાર ખેત મજુરની પત્નીએ વાડીના માલીક સહિત બે શખ્સો વિરૃદ્ધ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી વિગતો લાખણકા ગામે રહેતા ખેડુત પોપટભાઈ ધનજીભાઈ પટેલની વાડીએ ખેત મજૂરી કરવા આવેલા કંચનભાઈ રણછોડભાઈ તડવી (ઉ. 50) જાતે અનુજાતી મુળ રહેવાસી નુરપુર તાલુકો સંખેડા જીલ્લો છોટા ઉદેપુર જેઓ પોતાની પત્ની સાથે રહી અને વાડીમાં ખેત મજુરી કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતા હતા.
જ્યારે તેની બાજુની વાડીના માલિક પંકજભાઈ મોહનભાઈ માણીયાએ પોતાનીની વાડીના શેઢા ફરતે પશુઓની રંજાડ અટકાવવા હાઈ પાવરના ઈલેક્ટ્રીક વાયર ખુલ્લા ગોઠવેલ જે બાજુ ની વાડી માં કામ કરતા ખેત મજૂર કંચનભાઈ તડવી કોઈ કામ થી બહાર ગયેલ જયારે થોડીવાર પછી બાજુની વાડીના ખેત મજૂરે કંચનભાઈ ના પત્નીની પાસે આવી જાણ કરી હતી કે કંચનભાઈ શેઢા પર પડેલા છે.
ત્યારે તેઓએ સ્થળ ઉપર તપાસ કરતા કરંટ લાગેતા બળી ગયેલી હાલતમાં મળી આવતા ત્યાંના અન્ય લોકોને જાણ કરતા તેઓએ 108 બોલાવી કંચનભાઈ ને ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ રેફરલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા મરણજનાર કંચનભાઈના પત્નીએ ગઢડા પોલીસમાં વાડીના માલીક પંકજભાઈ મોહનભાઈ માણીયા અને તેના ખેતમજુર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા ગઢડા પોલીસે કલમ 304, 114, એટ્રોરસીટી એકટ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.