કૃષ્ણનગરમાં મહિલાની છેડતી કરી આપી ધમકી, TRB જવાન વિરુદ્ધ થઈ ફરિયાદ દાખલ.

અમદાવાદ શહેરના કૃષ્ણનગરમાં ટીઆરબી જવાને પરણિત મહિલાની છેડતી કરી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.અને હાલો તો પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં 33 વર્ષીય પરિણીતા તેના 2 બાળક તેમજ પરિવાર સાથે રહે છે. તેઓ અગાઉ સૈજપુર બોઘા ખાતે એક ચાલીમાં રહેતા હતા. અને જ્યાં તેમના પાડોશમાં લવ પટેલ નામનો TRB જવાન રહેતો હતો. એક દિવસ પરિણીતા ઘરે એકલી હતી, ત્યારે ટીઆરબી જવાન એક કાગળની ચિઠ્ઠીમાં પોતાનો મોબાઇલ નંબર લખીને આપ્યો હતો અને તેના પર વાત કરવા કહ્યુ હતુ. જો કે પરિણીતાએ વાત કરવાની ના પાડી હતી.

આથી TRB જવાને પરિણીતાને તેના 2 બાળકોને મારી નાંખવાની ધમકીઓ આપી હતી.અને જેથી પરિણીતા ગભરાઇ જતાં તેણે TRB જવાન સાથે ફોન તેમજ વ્હોટ્સઅપ મેસેજથી વાત કરવાનું શરૂ કર્યું હતુ. આખરે TRB જવાનથી કંટાળીને પરિણીતાએ તેના પતિને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

આથી તેઓ સૈજપુર બોઘા ખાતેનું મકાન વેચીને કૃષ્ણનગર વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યા હતા. અને આમ છતાં TRB જવાન પરિણીતાનો અવાર નવાર પીછો કરીને જાહેરમાં છેડતી કરતો હતો.

ગત ૩ એપ્રિલે પરિણીતા અને તેનો પતિ બન્ને કામ અર્થે સૈજપુર-બોઘા ખાતે ગયા હતા, ત્યારે ત્યાં પણ ટીઆરબી જવાન આવી ગયો હતો.અને ટીઆરબી જવાને પરિણીતાને કહ્યુ કે, મે મારી પત્નીને છૂટાછેડા આપી દીધા છે. હું તને પ્રેમ કરૂં છું. જેથી પરિણીતાએ તેને કહ્યુ કે, તું અહીંયાથી જતો રહે નહીં તો પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરૂ છું. આથી લવે પરિણીતાને કહ્યુ કે, હું ટીઆરબી જવાન છું એટલે પોલીસ મને ઓળખે છે અને કોઇ મારૂ કંઇ બગાડી શકશે નહીં તેમ કહીને ઝઘડો કર્યો હતો. આ અંગે પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં TRB જવાન લવ પટેલ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.