સોશ્યલ મીડિયા માં ભડકાવ પોસ્ટ મુકી તો થશે ફરિયાદ !

વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઇપણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સઅપ, ઇન્સ્ટ્રાગ્રામ, ફેસબુક, ટીટર, સ્નેપચેટ વગેરે તેમજ મોબાઇલ પણ બલ્ક એસ.એમ.એસ.થી ખોટા ન્યૂઝ ફેલાવી જાહેર સુલેહ શાંતિ ડહોળવા અને કોમી વૈમસન્ય પેદા કરવા માટે સોશ્યલ મીડિયા પર ભળકાવ અને શાંતિ ભંગ કરતી પોસ્ટ મુકી જાહેર સુલેહ શાંતિને ડહોળવાનો પ્રયાસ કરશ કરે તે ગુનો છે.

News Detail

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇને રાજકીય માહોલ જામી રહ્યો છે. તો બીજી તરફ પોલીસ દ્વારા પણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઇપણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સઅપ, ઇન્સ્ટ્રાગ્રામ, ફેસબુક, ટીટર, સ્નેપચેટ વગેરે તેમજ મોબાઇલ પણ બલ્ક એસ.એમ.એસ.થી ખોટા ન્યૂઝ ફેલાવી જાહેર સુલેહ શાંતિ ડહોળવા અને કોમી વૈમસન્ય પેદા કરવા માટે સોશ્યલ મીડિયા પર ભળકાવ અને શાંતિ ભંગ કરતી પોસ્ટ મુકી જાહેર સુલેહ શાંતિને ડહોળવાનો પ્રયાસ કરશ કરે તે ગુનો છે. જો આવું કોઇ પણ નાગરીકના ધ્યાન પર આવે તો પોરબંદર જિલ્લા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકાય છે. હાલ વિધાનસભાની ચૂંટણી છે ત્યારે સોશ્યમ મીડિયા પર અનેક પોસ્ટ મુકવામાં આવી હોય છે. ચૂંટણી સમયે આવી પોસ્ટથી ક્યાંક સુલેહ શાંતિનો ભંગ થાય છે. જેથી ખોટા ન્યૂઝ ફેલાવી સુલેહ શાંતિ ડહોળવાનો પ્રયાસ થશે તો તેના વિરૂદ્ધ ફરિયાદ થઇ શકે. જો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવી ભડકાવ પોસ્ટ જોવા મળે તો નિલમ ગૌસ્વામી નાયબ પોલીસ અધિક્ષક, પોરબંદર શહેર વિભાગ મો.૯૯૭૮૪ ૦૭૯૭૦, વી. કે. ગોલવેલકર પોલીસ ઇન્સ્પેકટર મો. ૯૦૯૯૩ ૪૪૭૫૧ પર સંપર્ક કરી અથવા ઇ-મેઇલના માધ્યમથી ફરિયાદ કરાવી શકશો. અન્ય ઇમરજન્સી માટે પોલીસના ૧૦૦ નંબર પર તેમજ મહિલા સહાય ૧૮૧ તેમજ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરવા પોરબંદર પોલીસે જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.