કોરોના મહામારીની બીજી લહેરનો અંત તરફ છે ત્યારે ડાયાબિટીસ, કિડની કે કેન્સરને લગતી બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસનું પ્રમાણ વધુ જોવા મળે છે.એક મ્યુકોરમાઇકોસીસથી પીડિત દર્દીને સાજા કરવા 3 થી 4 લાખનો ખર્ચ થાય છે: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તદ્દન નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે.
અગાઉ કેન્સર કે કિડની જેવી ગંભીર બિમારી ધરાવતા દર્દીઓમાં આ રોગનું ચલણ હતુ. પરંતુ હાલ કોરોના અથવા પોસ્ટ કોવિડ બાદ ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને સાયનસ અથવા ફંગલ નું ઇન્ફેક્શન થતુ જોવા મળે છે. ત્યારબાદ તે મ્યુકોરમાઇકોસીસમાં પરિણમે છે.મ્યુકોરમાઇકોસીસની સારવાર શક્ય છે માટે તેનાથી ધબરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. આ રોગનું ઝડપી અને સચોટ નિદાન જ આ રોગ સામે રક્ષણ અપાવી શકે છે.
મ્યુકોરમાઇકોસીસ ના લક્ષણો :
કોરોના થયો હોય ત્યારે અથવા કોરોનાથી સાજા થઇ ગયા બાદ સ્વાસ્થય સુધાર તબક્કામાં હોય , 40 થી વધુ ઉમરના દર્દીઓ ,ખાસ કરીને ડાયાબિટીસ સંતુલનમાં ન રહે તેવા દર્દીઓ, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દીઓને નાક માં સાયનસ ઇન્ફેકશન થતુ જોવા મળે છે.
વારંવાર શરદી થવી, નાક બંધ થઇ ગયુ તેવું અનુભવ થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી,નાકમાંથી ખરાબ પ્રકારની સુંગધ આવવી , નાક અને સાયનસ વાળા વિસ્તારમાં સોજો આવવો જેવા લક્ષણો મ્યુકોરમાઇકોસીસ ના હોઇ શકે છે. નાક અથવા ગાલ પાસે નો ભાગ કાળો પડવા લાગે છે. આમાંથી કોઇપણ પ્રકારનું લક્ષણ જણાવી આવી ત્યારે સત્વરે ઇ.એન.ટી. સર્જનને બતાવીને તેની સલાહ લેવી જોઇએ.
મ્યુકોરમાઇકોસીસની સારવાર ;
મ્યુકોરમાઇકોસીસનું ઇન્ફેકશન થવાની સંભાવના જણાઇ આવતા દર્દીની શારીરીક સ્થિતિ જોઇ, તેના સી.ટી.સ્કેન , એમ.આર.આઇ. જેવા રીપોર્ટ કરાવવામાં આવે છે. ફંગના સેમ્પલ લઇને બાયોપ્સી માટે પણ મોકલવામાં આવે છે. આ તમામ રીપોર્ટ દ્વારા ફંગસ આખ, મગજ તેમજ અન્ય કયા ભાગમાં કેટલી સંવેદનશીલતા સાથે ફેલાયેલી છે તે ચકાસીને તેનું તેનું નિદાન કરવામાં આવે છે. ગેડોલેનીયમ કોન્ટ્રાસ્ટ વાળા અત્યંત આધુનિક પ્રકારના એમ.આર.આઇ. કરાવીને ફંગસની જળ સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવે છે. આના આધારે જ સર્જરી હાથ ધરવામાં આવે છે. આ ફંગસ ના કારણે કંઇ પેશીઓ, સાયનસ આનાથી સંકળાયેલા છે તે જોવામાં આવે છે.
મ્યુકોરમાઇકોસીસની સારવારમાં દર્દીને એમ્ફોટાઇસીન બી નામના ઇન્જેક્શન ના ડોઝ 15 થી 21 દિવસ સુધી ચઢાવવામાં આવે છે. મધ્યાંતરે જરૂર જણાય તો દુરબીન વડે નાક વાટે ફંગલ કાઢવા માટે સર્જરી પણ કરવામાં આવે છે. ત્યારબાદ પણ ઇન્જેકશનની સારવાર ચાલુ જ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.