કંપની ઈચ્છે છે કે WhatsApp, Facebook Messenger અને Instagram Direct Messagesના યુઝર્સ એકબીજાને મેસેજ મોકલી શકે. કંપનીએ હાલ માં જ Facebook અને Instagram યુઝર્સ માટે ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગની સુવિધા લોન્ચ કરી હતી.
આ વાતનો ખુલાસો Alessandro Palluzi લીકસ્ટરે કર્યો છે. WABetaInfo અનુસાર કંપનીના Facebook Messenger એપમાં કેટલાક છુપાયેલા કોડ છે જે WhatsApp ચેટ્સને એપમાં બતાવી શકે છે. આ ફીચરને સૌથી પહેલા જુલાઈમાં જોવામાં આવ્યો હતો. હાલ આના પર કામ ચાલી રહ્યું છે.
Paluzzi અનુસાર હાલ તમે કોઈ બીજા WhatsApp યુઝર સાથે ચેટ નહિ કરી શકો. Facebookના ચેટ એપમાં હાલ WhatsAppથી ચેટ કરવાની સુવિધા આપવામાં આવી નથી.
માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમમાં Facebook ટ્રુ ક્રોસ-પ્લેટફોર્મ ચેટિંગ WhatsApp અને Facebook Messenge માટે લઇ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.