કંપનીએ શોધી કોરોના વાયરસને ખતમ કરવાની દવા,પેટન્ટ માટે આ કંપની સાથે કરી રહી છે અરજી

આઈટી કંપની ટેક મહિન્દ્રા (Tech Mahindra)ની સહાયક કંપની માર્કર્સ લેબે દાવો કર્યો છે કે રીજીન બાયોસાયન્સની સાથે મળીને કોરોના વાયરસને ખતમ કરવાની દવા બનાવી રહી છે. આ બંને કંપનીઓ આ ડ્રગ મોલિક્યૂલની પેટન્ટને માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યું છે.

મલ્હોત્રાએ કહ્યું કે ડ્રગ મોલિક્યૂલના પેટન્ટની પ્રક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી તેને વિશેની જાણકારી આપવામાં આવશે નહીં. ટેક મહિન્દ્રા અને રીજીન બાયોસાયન્સની શોધ પ્રક્રિયામાં છે. માર્કર્સ લેબે કોરોના વાયરસની કમ્પ્યૂટેશન મોડલિંગનું એનાલિસિસ શરૂ કર્યું છે.

તેના આધાર પર ટેક મહિન્દ્રા અને રીજીને એફડીએની અપ્રૂવ્ડ 8000 દવામાંથી 10 ડ્રગ મોલિક્યૂલને શોર્ટ લિસ્ટ કરી છે. ટેક્નોલોજીની મદદથી આ 10 દવાઓને શોર્ટલિસ્ટ કરીને 3 દવાઓની પસંદગી કરાઈ છે. આ પછી એક 3ડી ફેફસા બનાવાયા છે અને તેની પર પરીક્ષણ કરાયું છે.

દુનિયામાં અનેક દવાઓનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને સાથે કોરોના વાયરસની લડાઈમાં પણ લોકો વેક્સીનના ભરોસે છે. ભારચ સરકારે કોરોના સંક્રમણની સારવાર માટે દર્દીની સ્થિતિના આધારે રેમડેસિવિર અને ટોસિલિમુજૈબના પ્રયોગને મંજૂરી આપી છે. તેની માંગના આધારે આપૂર્તિ નહીં થવાના કારમે તેની ખામી અનુભવાઈ રહી છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.