ખાદ્યતેલ પરની કન્શેસનલ ઇમ્પોર્ટ ડ્યૂટી માર્ચ 2023 સુધી અમલી રહેશે..

દેશમાં ખાદ્યતેલની સ્થાનિક સપ્લાયને વેગ આપવા તેમજ છૂટક કિંમતોને અંકુશમાં રાખવાના ઉદ્દેશ્ય સાથે ચોક્કસ ખાદ્યતેલ પર કન્શેસનલ ઇમ્પોર્ટ ડ્યૂટી આગામી માર્ચ 2023 સુધી લાગૂ રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

News Detail

દેશમાં ખાદ્યતેલની સ્થાનિક સપ્લાયને વેગ આપવા તેમજ છૂટક કિંમતોને અંકુશમાં રાખવાના ઉદ્દેશ્ય સાથે ચોક્કસ ખાદ્યતેલ પર કન્શેસનલ ઇમ્પોર્ટ ડ્યૂટી આગામી માર્ચ 2023 સુધી લાગૂ રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ખાદ્ય મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું હતું કે CBIC દ્વારા ચોક્કસ પ્રકારના ખાદ્યતેલ પર કન્શેસનલ ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય માર્ચ 2023 સુધીનો છે. ખાદ્યતેલની આયાત પરની કન્શેસનલ કસ્ટમ ડ્યૂટીને પણ વધુ 6 મહિના માટે વધારવામાં આવી છે, એટલે કે તે માર્ચ 2023 સુધી અમલી રહેશે.

વૈશ્વિક સ્તરે કિંમતોમાં ઘટાડાને પગલે સ્થાનિક ખાદ્યતેલની કિંમતોમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક કિંમતોમાં ઘટાડો તેમજ ઓછા આયાત શુલ્કને કારણે ખાદ્યતેલની કિંમતોમાં મહત્વપૂર્ણ રીતે ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ પામ ઓઇલ, RBD પામોલિન, RBD પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ, રિફાઇન્ડ સોયાબીન તેલ, સનફ્લાવર ઓઇલ અને રિફાઇન્સ સનફ્લાવર ઓઇલ પરના શુલ્કના માળખાને માર્ચ, 2023 સુધી યથાવત્ રાખવામાં આવ્યું છે.

પામોલીન તેમજ રિફાઇન્ડ પામતેલની અનેકવિધ શ્રેણી પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 12.5 ટકા
અત્યારે પામ તેલ, સોયાબીન તેલ અને સૂરજમુખી તેલ પર આયાત શુલ્ક શૂન્ય છે. પરંતુ 5 ટકા એગ્રી સેસ તેમજ 10 ટકા સોશિયલ વેલફેર સેસને ધ્યાનમાં રાખતા ખાદ્યતેલની આ વિવિધ શ્રેણીઓ પર ડ્યૂટી 5.5 ટકા થાય છે. પામોલીન તેમજ રિફાઇન્ડ પામતેલની અનેકવિધ શ્રેણી પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 12.5 ટકા છે, જ્યારે સોશિયલ વેલફેર સેસ 10 ટકા છે. જેથી કરીને કુલ ડ્યૂટી 13.75 ટકા છે. સોયાબીન અને સૂરજમુખી તેલ પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 17.5 ટકા છે તેમજ 10 ટકા સોશિયલ વેલફેર સેસને ધ્યાનમાં રાખતા કુલ ડ્યૂટી 19.25 ટકા છે.

ભારત 60% ખાદ્યતેલની કરે છે આયાત
ગત વર્ષે ખાદ્યતેલની કિંમતો રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ સરકારે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે અનેકવાર પામતેલ પરના આયાત શુલ્ક પર કાપ મૂક્યો હતો. ભારત તેની કુલ ખાદ્યતેલ જરૂરિયાતના 60 ટકા આયાત કરે છે ત્યારે, છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક પરિબળોને કારણે ખાદ્યતેલની છૂટક કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે. ભારતે ઑક્ટોબરના અંતે પૂરા થતા 2020-21ના ઑઇલ માર્કેટિંગ વર્ષ દરમિયાન કુલ રૂ.1.17 લાખ કરોડના રેકોર્ડ ખાદ્યતેલની આયાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.