ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક સત્ર સંપન્ન, કેગનો અહેવાલ પણ રજૂ થયો..

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિધાનસભા ની કામગીરી સફળતા પૂર્ણ થઇ હોવાનું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડોક્ટર નીમાબેન આચાર્ય ની સર્વાનુમતે વરણી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા આહીર ની વરણી કરાઈ હતી.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક સત્ર સફળતાપૂર્વક થયું છે. મંત્રી વાધાણીએ કહ્યું કે, બે દિવસના આ સત્રમાં રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો ,યોજનાકીય કામગીરી માટે યોજાયેલી પ્રશ્નોત્તરીમાં પણ વિપક્ષ – શાસક પક્ષના સૌ સભ્યો સમગ્ર કામગીરી ના ખૂબ જ નિષ્પક્ષ રીતે સહભાગી થયા હતા.

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ગુજરાતમાં વૃક્ષારોપણ થકી ઓક્સિજનનું સ્તર વધારવા, વૃક્ષારોપણનું મહત્વ અને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વિવિધ વનીકરણની પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું કે સમગ્ર સત્ર દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કૃષિમંત્રી આર.સી. ફળદુ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત સૌ સિનિયર મંત્રીઓના માર્ગદર્શન થકી કામગીરી સુચારુ રીતે સંપન્ન થઈ છે.

https://www.youtube.com/watch?v=5y4slk8mwAE

સત્રના સફળ સંચાલન માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણી, શૈલેષભાઇ પરમાર, અમીત ચાવડા સહિત વિપક્ષના સૌ સભ્યો, સંસદીય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, દંડક પંકજભાઇ દેસાઇ સહિત શાસક પક્ષના સભ્યોએ જે સહયોગ આપ્યો એ બદલ સૌ સભ્યોનો તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.