કોંગ્રેસના 3 ઉમેદવારોને વિધાનસભાના અધ્યક્ષે MLA પદના શપથ લેવડાવ્યા, હવે BJPની આ છે સ્થિતિ

પેટાચૂંટણીના પરિણામો બાદ ભાજપના ત્રણ ઉમેદવારોએ તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ઓફિસમાં ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યાં હતાં, પરંતુ કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ આજે ધારાસભ્ય પદના શપથ લીધા હતા.

કોંગ્રેસના નવા ચૂંટાયેલા 3 ધારાસભ્યોએ આજે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ શપથ લીધા હતા. ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના 3 નવા ઉમેદવારોને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના અમિત ચાવડા, પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યાં હતા.

તમને જણાવી દઇએ કે, આજે કોંગ્રેસના 3 ઉમેદવારો રઘુ દેસાઈ, જસુ પટેલ, ગુલાબસિંહ રાજપૂતે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને માત આપીને ધારાસભ્યો તરીકે ચૂંટાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.