ગાંધીનગર : સરકારી નોકરીઓમાં અનામતને લઇ આંદોલનનો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાત કૉંગ્રેસે સરકારી નોકરીઓમાં ખોટા દસ્તાવેજોથી નોકરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યા છે. છેલ્લા વર્ષોમાં થયેલી મોરબી, બનાસકાંઠા, અરવલ્લી, પંહમહાલ, મહીસાગર, રાજકોટ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વર્ગ ત્રણની ભરતી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, કૃષિ યુનિવર્સિટી ભરતી તેમજ પશુ નિરીક્ષકની ભરતીમાં અનેક ઉમેદવારોએ ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા હતા, જેમના પ્રમાણપત્રોની યોગ્ય ચકાસણી કર્યા વગર જ તેમની નોકરી આપી દેવામાં આવી હતી. બાદમાં આરટીઆઈમાં ખુલાસો થયો હતો કે ઉમેદવારોએ જે પ્રમાણપત્રો રજૂ કર્યા છે તે માન્ય યુનિવર્સિટીના ન હોવાનું સામે આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.