કોંગ્રેસના આંતરિક કકળાટની કિંમત જનતા ચુકવી રહી છે: વસુંધરા રાજે

– રાજસ્થાનના રાજકિય સંગ્રામ પર વસુંધરા રાજેએ મૌન તોડ્યું

એક તરફ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકિયા સંગ્રામ કોર્ટમાં પહોંચી ગયો છે ત્યારે આજે પહેલીવાર રાજ્યમાં ભાજપના સૌથી મોટા નેતાઓનું નિવેદન સામે આવ્યું છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ પોતાનું મૌન તોડી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના નેતાઓ પર ધારાસભ્યોની ખરીદ-વેચાણનો આરોપ લગાવવા પર કહ્યું કે, કોંગ્રેસ પોતાના ઘરની લડાઈમાં ભાજપના નેતાઓને ઢસડે નહી.

વસુંધરા રાજેએ ટ્વીટર પર નિવેદન જાહેર કરી કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજસ્થાનની જનતાને કોંગ્રેસના આંતરિક કકળાટની કિંમત ચુકવવી પડી રહી છે. તેમણે લખ્યું કે, એવા સમયે જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના કારણે 500થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે અને સંક્રમણને લીધે દર્દીઓની સંખ્યા 28,500ને પાર પહોંચી ગયો છે.

તેમણે વધુ એક પોઈન્ટ સાથે લખ્યું કે, એવા સમયે જ્યારે ખેડુતોની ખેતી પર તીડનું આક્રમણ થઈ રહ્યું છે. તેવા સમયે જ્યારે રાજ્યમાં મહિલાઓ સામે અત્યાચાર ચરમ પર છે. એવા સમયે જ્યારે રાજ્યમાં વિજળીનું ભીષણ સંકટ જોવા મળી રહ્યું છે. હજુ તો મેં થોડી જ સમસ્યાઓ ગણાવી છે. જેનો રાજસ્થાનની જનતા સામનો કરી રહી છે. તેમાં ભાજપના વચ્ચે ખેંચવું અને ભાજપના નેતાઓ પર કીચડ ઉછાળવાનો કોઈ અર્થ નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.