કોંગ્રેસનો આરોપ, પ્લાનિંગ વગર મોદી સરકારે કર્યુ લોકડાઉન

સરકારે લાગુ કરેલા લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે.દેશ થંભી ગયો છે પણ સૌથી વધારે પરેશાન પોતાના વતનથી દુર બીજા શહેરોમાં જઈને મજૂરી કરનાર વર્ગ છે.

લાખો  લોકો લોકડાઉન વચ્ચે પગપાળા પોતાના રાજ્યો તરફ જતા જોવા મળી રહ્યા છે .પોલીસ તેમની સાથે ખરાબ વર્તન કરી રહી હોવાના કિસ્સા બહાર આવ્યા બાદ હવે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

કોંગ્રેસે કહ્યુ છે કે, ભાજપ સરકારે સરકારના તમામ વિભાગોને જાણકારી આપ્યા સિવાય જ રાષ્ટ્રિય સ્તરે લોકડાઉન જાહેર કર્યુ છે.ફરી એક વખત ભાજપે વગર વિચાર્યે કરેલી કામગીરીના કારણે હવે આખા દેશમાં ઉથલ પાથલ છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, લોકડાઉનથી ખેડૂતોને બમણો ફટકો વાગ્યો છે.ખેતીની કાપણી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.ખેડૂતોની આખા વર્ષની કમાણી ભાજપના કારણે બરબાદ થઈ જવાના આરે છે.સમાજનો દરેક વર્ગ પ્લાનિંગ વગરના લોકડાઉનના કારણે પરેશાન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.