કોંગ્રેસમાં અવાજ ઉઠાવનારાને જયચંદ અને ગદ્દાર કહેવાયા તે દુ:ખદ : કપિલ સિબ્બલ

કોંગ્રેસના  નેતા ગુલામ નબી આઝાદ બાદ વધુ એક નેતા કપીલ સિબ્બલે પણ પક્ષના કેટલાક નેતાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને 23 જેટલા નેતાઓએ પત્ર લખ્યો હતો અને પક્ષની સિૃથતિ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.

આ મુદ્દે બાદમાં કેટલાક નેતાઓેએ પત્ર લખનારા નેતાઓની ટીકા કરી હતી. જેથી કપિલ સિબ્બલે કહ્યું હતું કે ખરેખર દુ:ખદ છે કે અવાજ ઉઠાવનારા નેતાઓને ગદ્દાર અને જયચંદ કહેવામાં આવ્યા.

આજતક સાથે વાતચીતમા સિબ્બલે કહ્યું કે આ પત્રમાં જે પણ નેતાઓએ પોતાની વાત રજુ કરી તેઓ કોઇ પણ રીતે રક્ષાત્મક મુદ્દામાં નહોતા અને તેમણે પુરી શિદ્દત સાથે પોતાની વાત રજુ કરી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ નેતાઓએ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉઠાવવા માટે આ પત્ર લખ્યો હતો.

પક્ષ હાલ ઐતિહાસિક રીતે નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ પત્રને લઇને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતિન પ્રસાદનું પણ સામે આવ્યું હતું. જિતિન પ્રસાદે કહ્યું હતું કે આ પત્રને 23 નેતાઓએ મોકલ્યો હતો પણ તેને જે રીતે ખોટી દ્રષ્ટીથી જોવામાં આવી રહ્યો છે તે યોગ્ય નથી.

અમને સોનિયા ગાંધીની નેતાગીરી પર કોઇ જ શંકા નથી અને પુરો વિશ્વાસ છે. ટોચના નેતાઓ દ્વારા જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે ખોટા છે. આ પહેલા ઉત્તર પ્રદેશના નેતાઓએ જિતિન પ્રસાદની સામે કાર્યવાહીની માગણી કરી હતી. ઉત્તર પ્રદેશના નેતાઓએે આરોપ લગાવ્યો હતો કે જિતિન પ્રસાદે આ પત્ર લખીને સોનિયા ગાંધી વિરૂદ્ધ શંકાઓ ઉભી કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.