મહારાષ્ટ્રમાં થયેલી 6 જિલ્લા પરિષદ ચૂંટણીમાં BJPને ઝટકો લાગ્યો છે. 6માંથી 4 જિલ્લા પરિષદ ચૂંટણીમાં NCP-કોંગ્રેસ અને શિવસેના ગઠબંધનને જીત મળી છે. ભાજપાએ ધૂલેમાં જિલ્લા પરિષદની ચૂંટણી જીતી છે. તો અકોલામાં પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડીએ ત્રીજીવાર સત્તા હાંસલ કરી છે.
મહારાષ્ટ્રમાં નાગપુર, અકોલા, ધુલે, નંદુરબાર, પાલઘર અને વાશિમમાં મંગળવારે જિલ્લા પરિષદ ચૂંટણી માટે વોટિંગ થયું હતું, જેનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું. જેમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ભાજપા નાગપુર જિલ્લા પરિષદ ચૂંટણી હારી ગઈ છે. જેને RSSનું ગઢ માનવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ગામ ધપેવાડામાં પણ ભાજપાએ હારનો સામનો કર્યો છે. સાથે જ પાલઘર જિલ્લા પરિષદ પણ તેમના હાથમાંથી ચાલી ગઈ છે.
મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય સમીકરણો બદલાયા છે, તેની કલ્પના ભાજપાએ પણ ન કરી હોય. ભાજપાની હાર બાદ કોંગ્રેસે વ્યંગ કર્યો છે. કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક પ્રમાણે લોકોએ ભાજપાને નકારી છે. સુધારા માટે લોકોનો મૂડ હવે બદલાયો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી બધાની નજર જિલ્લા પરિષદ ચૂંટણી પર હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.