હરિયાણાના સિરસામાં એલનાબાદના મંચ પર પહોંચતા જ પાઘડી પહેરાવીને પીએમ મોદીનુ સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરવાનું શરૂ કર્યું તો પહેલાં ભારત માતાની જયકારના નારા લગાવ્યા. પંજાબી ભાષામાં ‘જી આયા નૂં’કહીને સૌનૌ આભાર માન્યો. રામ રામ અને નમસ્કાર કહીને સૌનું અભિવાદન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે ધર્મનગરી સિરસાને અને જ્યાં પહેલી પાતશાહી ગુરુ નાનક દેવના ચરણ પડ્યા હતા તે પાવન સ્થાનને હું વંદન કરું છું. આજે અનેક જૂના સાથીઓના દર્શન કરવાનો અવસર પણ મળ્યો હતો. આ સૌભાગ્ય ત્યારે મળ્યું જ્યારે આખી દુનિયા 550મા પ્રકાશ પર્વની તૈયારી કરી રહી હતી. ભાજપ સરકાર ઐતિહાસિક ક્ષણને દુનિયા સાથે પિરચિત કરાવવાનો પ્રયાસ કરી રહી છે. વિશ્વમાં ભારત સરકાર આ પર્વને મનાવશે. કપૂરથલાનો નવો નેશનલ હાઈવે હવેથી ગુરુ નાનક દેવ માર્ગના નામે ઓળખાશે.
દૂરબીનથી ગુરુ ઘરના દર્શનની મજબૂરી હવે ખતમ થશેઃ પીએમ મોદી
ભાજપ સરકારનું સૌભાગ્ય છે કે કરતારપુર સાહિબ અને અમારી વચ્ચે જે દૂરી હતી તે હવે સમાપ્ત થઈ છે. આ કોરિડોર હવે તૈયાર થવા આવ્યો છે. 1947માં ભાગલાની રેખા ખેંચવા માટે કોંગ્રેસ જવાબદાર હતું. આ સમયે શું તેમને ખ્યાલ ન હતો કે ભક્તોને ગુરુથી અલગ ન કરવા જોઈએ. 70 વર્ષ બાદ દૂરબીનથી ગુરુ ઘરના દર્શનની મજબૂરી હવે ખતમ થવાના આરે છે. કરતારપુર કોરિડોર લગભગ તૈયાર થવા આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.