કોંગ્રેસ ભડકીઃ કોરોના મહામારી વચ્ચે આ ખર્ચ શા માટે ? : જો કે વિમાનનો ઓર્ડર કોંગ્રેસની સરકારે આપ્યો હતો

 

કોરોના મહામારી અને ભારે વરસાદના કારણે ખેડૂતોની પાયમાલી વચ્ચે મધ્ય પ્રદેશની રાજ્ય સરકારે અમેરિકાથી 60 કરોડ રૂપિયાનું એક વિમાન ખરીદતાં કોંગ્રેસ પક્ષે નારાજી વ્યક્ત કરી હતી.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ મિડિયા સેલના લલન કુમારે ટ્વીટર પર લખ્યું હતું કે મધ્ય પ્રદેશ રાજ્ય પર બે લાખ 10 હજાર કરોડનું દેવું છે ત્યારે ભાજપની શિવરાજ સિંઘની સરકારે 60 કરોડનું વિમાન ખરીદ્યું  છે. ભાજપની રાજ્ય સરકાર પ્રજાના પૈસા વેડફે છે એ આપ સમજી શકો છે.

મંગળવારે સાંજે આ વીઆઇપી વિમાન અમેરિકાથી ભોપાલ પહોંચ્યું હતું. આ વિમાનમાં બે પાઇલટ સહિત કુલ માત્ર નવ જણ પ્રવાસ કરી શકે છે. આધુનિક સુખસગવડોથી સજ્જ આ વિમાન દર કલાકે574 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે. ધરતીથી 35 કિલોમીટર ઊંચે ઊડવાની એની ક્ષમતા છે. મધ્ય પ્રદેશના કોઇ પણ એરપોર્ટ પર આ વિમાન લેન્ડીંગ કે ટેક ઓફ કરી શકે છે.

મધ્ય પ્રદેશ કોંગ્રેસે કરેલી ટ્વીટમાં લખ્યું હતું કે લોકો પાસે બે ટંક જમવાના પૈસા નથી. ધારાસભ્યોને ખરીદીને મુખ્ય પ્રધાન બનેલા શિવરાજ સિંઘે જનતાના  ભોગે 60 કરોડ રૂપિયાનું વિમાન ખરીદીને પુરવાર કર્યું છે કે એમને પ્રજાની હાડમારીની કોઇ પરવા નથી. સરકારી કર્મચારીઓને ચૂકવવા પગાર કે ભથ્થાંના પૈસા નથી, કોરોના સામે લડતા ડૉક્ટરોને આપવા પગાર નથી પરંતુ પોતાની બાદશાહી સગવડ માટે કરોડો રૂપિયાનું વિમાન ખરીદી શકે છે.

ભાજપે વળતો પ્રહાર કરતાં કહ્યું કે આ વિમાન ખરીદવાની પરવાનગી કોંગ્રેસી મુખ્ય પ્રધાન કમલનાથે આપી હતી. શિવરાજ સિંઘની સરકારે તો માત્ર વિમાનની ડિલિવરી લીધી હતી. કોગ્રેસને આ વિમાન સામે વાંધો હોય કો કમલનાથે મોકલેલી ફાઇલ પાછી કેમ ન મોકલાવી અને પ્રધાન મંડળ પાસે આ વિમાન મંગાવવાની દરખાસ્ત મંજૂર કેમ કરાવી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.