- દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સલાહ આપી છે કે, આવનારી ચૂંટણી પ્રચારમાં તેઓ સામાન્ય નિવેદનો આપે, એવી વાતો ન કરે જે યોગ્ય ન હોય. કોર્ટે આ ટિપ્પણી એટલા માટે કરી છે કારણ કે કેજરીવાલે 2017 ગોવા વિધાનસભા ચૂંટણીમાં કહ્યું હતું કે, ‘મતદાતાઓ કોંગ્રેસ અને ભાજપા ઉમેદવારો પાસેથી પૈસા લઈ લે, પણ વોટ AAP ને આપે.’
- તે ઉપરાંત અરવિંદ કેજરીવાલે 2014 દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ આ રીતનું જ નિવેદન આપ્યું હતું. ગોવામાં આપેલા નિવેદન વિરુદ્ધ ગોવાના મુખ્ય ચૂંટણી અધિકારીએ કેજરીવાલ સામે FIR પણ દાખલ કરાવી હતી. તે FIRના વિરોધમાં કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં 29 જાન્યુઆરી, 2017માં અરજી દાખલ કરતા કહ્યું હતું કે, ચૂંટણી આયોગ તેમના બોલવાના અધિકાર પર પ્રતિબંધ લગાવી રહ્યા છે.
- હવે કેજરીવાલની આ અરજી પર સુનાવણી કરતા દિલ્હી હોઈકોર્ટના જસ્ટિસ સંજીવ સચદેવાએ કહ્યું કે, કોર્ટ એ નક્કી નહિ કરી શકે તમે શું બોલશો… એવા નિવેદનો ન આપો, જેવું તમે પહેલા આપ્યું છે. એ નિવેદનમાં અમુક એવી વાતો હતી, જે યોગ્ય નહોતી. સામાન્ય નિવેદનો આપો. જેમાં કોઈની સામે આંગળી ન ઉઠાવવામાં આવી હોય. સામાન્ય વાતો કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.