ગુજરાત કોંગ્રેસમાં દિન પ્રતિદિન ઉકળા ચરૂ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસને બદલવાની માગ ફરી વખત ઉઠતા કોંગ્રેસમા અંદરખાને આગ ચંપાય રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 15 ફેબ્રુઆરી આસપાસ એહમદ પટેલને સાથે લઇ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધીને મળશે અને કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાને બદલવાની માંગ કરી છે. અગાઉ પ્રદેશ પ્રમુખ બદલવાની માંગ રાજીવ સાતવ અને એહમદ ભાઈ સામે કરવામાં આવી હતી.
ધીમી ગતિએ કોંગ્રેસ કરી રહી છે આગેકૂચ
પાર્ટીના લોકો જ પ્રદેશ પ્રમુખની કામગીરીથી ખુશ નથી. જોકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસ ધીમી ગતિએ પણ પ્રગતિ કરી રહી છે. છેલ્લે ગુજરાતમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના કદાવર નેતાઓને હરાવી કોંગ્રેસ ત્રણ બેઠકો આંચકી ગઈ હતી. જેમાં અમિત ચાવડાએ ગ્રાઊન્ડ ઝીરોથી તમામ રાજકીય સોગઠા ગોઠવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.