કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ હેલ્લારો ફિલ્મ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી   

અમદાવાદ: શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવી ચુકેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના ડાયરેક્ટર, નિર્માતા અને ડાયલોગ લખનાર સહિતના લોકો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાઈ છે. ફિલ્મમાં અનુસૂચિત જાતિવિષયક શબ્દનો ઉપયોગ કરી જાતિ અને સમાજને નીચું દેખાડવા બદલ કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ ફરિયાદ નોંધાવી છે.

દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડા રવિવારે રાત્રે હેલ્લારો ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મમાં એક ઢોલી ગામમાં આશરો લેવા ગામના મુખીને મળી અમે જોશમાં ઢોલ વગાડે છે. મુખી તેના માણસને ઘી આપી રવાના કરવા કહે છે પરંતુ ઢોલી તેને ઘી નહીં આશરો લેવા આવ્યો હોવાનું કહે છે. જેથી મુખી ઢોલીને નામ પૂછતાં મૂળજી કહે છે. મુખીએ મૂળજી એટલે કેવા એમ પૂછ્યું હતું જેથી ઢોલીએ પોતે એક ચોક્કસ જાતિના હોવાનું કહ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાનો આક્ષેપ છે કે ફિલ્મમાં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા શબ્દનો ઉલ્લેખ કરી જાતિનું અપમાન કરવામાં આવ્યું છે. જાતિને નીચી બતાવવા પ્રયત્ન કર્યો હોવાને લઇ હેલ્લારો ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ, ડાયરેક્ટર આશિષ સી પટેલ, નીરવ સી પટેલ, આયુષ પટેલ, મિત જાની, પ્રતિક ગુપ્તા, ડાયલોગ લખનાર સૌમ્ય જોશી સહિતના લોકો સામે ફરિયાદ નોંધવતા કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.