સમગ્ર દેશમાં નાગરિકતા કાયદાનો વિરોધ થઇ રહ્યો છે, જેમાં કોંગ્રેસ પાર્ટીએ પણ આ કાયદાનો વિરોધ કર્યો છે અને વિરોધ પ્રદર્શન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે મધ્ય પ્રદેશથી કોંગ્રેસને એક આચકા સમાન સમાચાર મળ્યા છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય હરદીપસિંહ ડંગે નાગરિકતા કાયદાને સમર્થન આપ્યું છે. હરદીપસિંહે કહ્યું હતું કે, CAA અને NRCને અલગ-અલગ જોવાની જરૂર છે. જો પાડોશી દેશોના સતાવેલા લોકોને અહીં નાગરિકત્વ આપવામાં આવે તો તેમાં કોઈ નુકસાન નથી.
મંદસૌર જિલ્લાની સુવાસરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય, હરદીપસિંહે કહ્યું હતું કે, આપણે CAA અને NRCને અલગ-અલગ જોવું પડશે. જો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને રાહત મળે તો તેમાં કોઈ નુકસાન નથી. પરંતુ, જે લોકો પેઢીઓથી ભારતમાં વસવાટ કરે છે, જો તેમની પાસે દસ્તાવેજો ન હોય તો શું તેઓ દેશના નાગરિક ગણાશે નહીં?
તેમણે કહ્યું હતું કે, હું માનું છું કે CAA અને NRCને અલગથી જોવાની જરૂર છે. ભારતમાં જે લડાઈ ચાલી રહી છે, તે સમજાતી નથી. NRC અને CAA બંનેને મર્જ કરવું એ સૌથી અયોગ્ય બાબત છે. કોંગ્રેસ ધારાસભ્યનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દિલ્હીમાં થયેલી બેઠકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ માંગ કરી હતી કે CAAને પરત ખેંચવામાં આવે અને NRCની પ્રક્રિયા પર રોક લગાવી દેવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.