આગામી 26 માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. જેને લઇને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ શાસિત રાજ્યમાં વ્યાપક અસંતોષ છે. ગુજરાતની નેતાગીરી બદલવાને પણ આંતરિક બધું ચાલી રહ્યું હોવાની વાત કરતાની સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રમુખે વળતા પ્રહારો કરતા જવાબો આપ્યા છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી નેતાઓએ વિખવાદ કોંગ્રેસમાં નહીં પરંતુ ભાજપમાં વિખવાદ હોવાનું જણાવ્યું છે. આ તમામ વાતો વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
રાજ્યસભાની ચૂંટણી અગાઉ આરોપ પ્રત્યારોપના ભાગરૂપે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને ભાજપ પર સીધો વાર કરતા જણાવ્યું કે, આ વખતે જો ભાજપ અમારા કોઈ પણ ધારાસભ્યોને તોડવાની કોશિશ કરતશે તો તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. આમ જોવા જોઈએ તો કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપને સીધી જ ચીમકી ઉચ્ચારી દીધી છે.
તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં ગુજરાતની ભોળી પ્રજાએ પક્ષપલટુઓને બરાબરનો મૂંડતોડ જવાબ આપ્યો છે. અમને ખબર છે કે ભાજપ દ્વારા અમારા ધારાસભ્યોને આડકતરી રીતે ઓફરો થાય છે પણ સીધી વાત કરવામાં આવી રહી નથી. તેમને તો એટલે સુધી કહી દીધું હતું કે, ભાજપમાં મને ઓફર કરવાની કોઈનામાં તાકાત નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે પણ તડફંડી ભાષામાં બુધવારે કોંગ્રેસના ધારાસભ્યોને ધમકાવ્યા હતા. તેવી રીતે કોંગ્રેસના ધારાસભ્યએ પણ ભાજપ પર પ્રહારો કરીને નિવેદન આપ્યું છે. પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જો ભાજપ દ્વારા ધારાસભ્યોને તોડવામાં આવશે તો તેનું પરિણામ ખુદ ભોગવશે. ભૂતકાળમાં પ્રજાએ ભાજપ અને કોંગ્રેસમાંથી ગયેલાઓને જવાબ મળી ગયો છે. અમને ખબર છે અમારા ધારાસભ્યોને આડકતરી રીતે ઓફરો થાય છે પણ સીધી વાત કરવામાં આવી રહી નથી. જો ભાજપમાં હિંમત હોય તો મને ઓફર કરવાની તાકાત કરી બતાવો..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.