કોંગ્રેસના લીંબડી બેઠકના ધારાસભ્ય સોમા ગાંડા પટેલનો સાંકળો વડે ધુણતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, આ વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ઉપર પૈસાનો વરસાદ પણ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર પંથક ઉપરાંત રાજકીય વર્તુળોમાં આ વીડિયોએ ચર્ચા જગાવી છે.
લીંબડી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ માથે સાફો પહેરીને હાથમાં સાંકળો હાથમાં લઈને ધૂણીર છે, સાંકળો પોતાની પીઠ ઉપર મારતાં હોય તેમ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. 20 સેકન્ડ જેટલા સમયનો આ વીડિયો છે, જેમાં ધારાસભ્ય ઉપર પૈસાના વરસાદ પણ થઈ રહ્યો છે.
જોકે કયા સમયગાળાનો આ વીડિયો છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ રવિવારે સોશિયલ મીડિયા ઉપર ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યના વાયરલ વીડિયોએ ખાસ્સી ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા ઉપર વીડિયોને જોઈ લોકો પણ અચંબામાં પડી ગયા છે અને એવી કોમેન્ટ કરી રહ્યા છે કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે આ ધારાસભ્ય અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે તેવું કામ કેમ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.