ચૂટણીના પગલે ભાજપ તોડ-જોડ ન કરે તે માટે હવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને લવાયા છે. આ તમામ ધારાસભ્યો ગોંડલથી રાજુલા પહોંચ્યા હતાં. અહીં તેમને મહુવા રોડ પર આવેલી દર્શન હોટલમાં રખાયા છે.
રાજ્યસભાની ચૂંટણીને લઈ પ્રદેશ કોંગ્રેસ તેના ધારાસભ્યોને સાચવવા એક જગ્યાએથી બીજી જગ્યાએ રોકાણ કરાવી રહ્યા છે. પહેલા રાજુલામાં અંબરીશ ડેરના ફાર્મ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ છેલ્લી ઘડીએ દર્શન હોટલમાં બુક કરાઈ. આ પહેલા તમામને રાજકોટમાં ઈન્દ્રનીલ રાજગુરુના રિસોર્ટમાં રખાયા હતા.
રાજુલા પહોંચશે ધારાસભ્યો-
(1) પરેશ ધાનાણી (વિપક્ષ નેતા)
(2) ભીખાભાઇ જોશી (ધારાસભ્ય-જૂનાગઢ)
(3) મોહમદ જાવેદ પીરજાદા(ધારાસભ્ય-વાંકાનેર)
(4) પ્રતાપ દુધાત (ધારાસભ્ય-સાવરકુંડલા)
(5) લલિત કગથરા (ધારાસભ્ય- ટંકારા)
(6) લલિત વસોયા (ધારાસભ્ય- ધોરાજી)
(7) વિરજી ઠુમમર (ધારાસભ્ય-લાઠી)
(8) ચિરાગ કાલરીયા(ધારાસભ્ય-જામજોધપુર)
(9) વિક્રમ માડમ (ધારાસભ્ય-જામ ખંભાળિયા)
(10) બાબુભાઈ વાજા(ધારાસભ્ય-માંગરોળ)
(11) ભગવાનભાઈ બારડ (ધારાસભ્ય-તાલાળા)
(12) મોહનભાઈ વાળા (ધારાસભ્ય-કોડીનાર)
(13) વિમલભાઇ ચુડાસમાં (ઘારાસભ્ય- સોમનાથ)
(14) અમરીશભાઈ ડેર ( ધારાસભ્ય – રાજુલા)
(15) હર્ષદભાઈ રીબડિયા (ધારાસભ્ય – વિસાવદર)
(16) કનુભાઈ બારૈયા (ધારાસભ્ય – તળાજા)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.