કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે મોદી સરકારની કરી ઝાટકણી, કહ્યું તમે વાજપેયીનું નહોતું સાંભળ્યું, અમારુ શું સાંભળવાના

દિલ્હીમાં થયેલી હિંસા પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી. રાજધર્મ પર એકવાર ફરી રાજકારણ ગરમાયું છે અને નેતાઓમાં નિવેદનબાજી શરૂ થઈ ગઈ. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી રાજધર્મના નામ પર લોકોને ભડકાવવાનું કામ ના કરે. કેન્દ્રીય પ્રધાનનું નિવેદન સામે આવ્યા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે વળતો પ્રહાર કર્યો છે.

કપિલ સિબ્બલે શનિવાના રોજ એક ટ્વીટ કરી કે કાયદા પ્રધાન કોંગ્રેસને કહે છે કે પ્લીઝ, અમને રાજધર્મ ન શીખવાડો. અમે તમને કેમ શીખવાડી શકીએ મંત્રી મહોદય. જ્યારે તમે ગુજરાતમાં વાજપેયીની ચેતવણી ન સાંભળી, તમે અમને ક્યાં સાંભળશો. સાંભળવું, શીખવું અને રાજધર્મનું પાલન કરવું તમારા મજબૂત પાસાંઓમાંથી એક નથી.

વાત એમ છે કે વર્ષ 2002માં જ્યારે ગુજરાતમાં તોફાનો થયા હતા, ત્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તે સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને રાજધર્મનું પાલન કરવાનું કહ્યું હતું. ગુજરાત તોફાનોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.