વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. થરાદના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ ભાજપમાં જોડાયા છે. તેમને કોંગ્રેસે ટિકિટ ન આપતા આજે (ગુરૂવાર) મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા. આ દરમિયાન ભાજપની જાહેરસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ, આતંકવાદ, કાશ્મીર અને રામ મંદિર અંગે નિવેદન આપ્યું હતું.
- રામ મંદિર ન બને તેવું કોંગ્રેસ ઇચ્છી રહી છે
થરાદમાં ભાજપની જાહેરસભામાં CM રૂપાણી ગરજ્યા હતાં. તેમણે જણાવ્યુ હતું કે માવજીભાઇ પટેલ ભાજપમાં જોડાયા છે. બનાસકાંઠામાં કોંગ્રેસ સાફ થઇ ગઇ છે. જયારે થરાદ વિસ્તાર ભાજપનો ગઢ રહ્યો છે. ગુજરાતના 26 સાંસદો PM મોદીના પડખે ઉભા છે.
તેમજ આંતકવાદીઓ અંગે જણાવતા કહ્યું હતું કે આતંકીઓને ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. કાશ્મીરમાં હાલ શાંતિ છે, વિકાસ શરૂ થઈ ગયો છે. 370ની કલમને લઇને ઘણા લોકો શહીદ થયા છે. મનમોહન સરકારમાં મુંબઈમાં હુમલો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.