દિલ્હીમાં આવનારી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ કેજરીવાલના કિલ્લાને ધ્વસ્ત કરવાની તૈયારીમાં લાગી ગયું છે. ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કાર્યકર્તાઓના સંમેલનમાં ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને કેજરીવાલ પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર CAAના મુદ્દા પર પ્રજાને ગુમરાહ કરવાનો આરોપ મૂકયો. શાહે આમ આદમી પાર્ટી અને દિલ્હીના સીએમ પર પણ જોરદાર નિશાન સાંધ્યું. તેમણે કેજરીવાલ પર પ્રજાને છેતરપિંડી કર્યાનો આરોપ મૂકયો.
‘રાહુલ બાબા અને પ્રિયંકા વાડ્રાએ તોફાનો કરાવ્યા’
નાગરિકતા કાયદાના વિરોધમાં દિલ્હીમાં થયેલા પ્રદર્શનો માટે શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો મૂકયા. તેમણે કહ્યું કે CAAને લઇ પ્રજાને ગુમરાહ કરવાનું કામ કર્યું. કોંગ્રેસ પાર્ટીના રાહુલ બાબા અને પ્રિયંકા વાડ્રાએ CAA પર પ્રજાને ગુમરાહ કરીને તોફાનો કરવાનું કામ કર્યું છે. 1984મા શિખોનો નરસંહાર થયો. કેટલાંય શિખ ભાઇ-બહેનોના કત્લેઆમ કરી દીધા. કોંગ્રેસની સરકારે તેમના વાગેલા પર મલમ લગાવતી નહોતી. મોદી સરકારે દરેક પીડિતને 5-5 લાખ રૂપિયાની વળતર આપ્યું અને જે દોષિત હતા તેમને જેલના સળિયા પાછળ નાંખવાનું કામ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.