કોંગ્રેસના મ્યુનિસિપલ કોર્પોરેટર બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

– કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ કોંગ્રેસના કોર્પોરેટર કોરોનામાં સપડાયા

 

અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનો રિપોર્ટ આવતા ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાનો રોગચાળો વકરી રહ્યો છે ત્યારે પ્રજા વચ્ચે રહીને સેવા કરતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનામાં સપડાયા બાદ આજે દાણીલીમડા વોર્ડ ના કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખ ને પણ કોરોના રિપોર્ટ આવ્યો છે જ્યારે ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.