મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા સંશોધન (CAA)નું સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે, CAAથી કોઈની પણ નાગરિકતા છીનવાશે નહીં. પરંતુ તેમણે એનઆરસીને લઈને મોદ સરકારને આંચકો આપ્યો છે. થોડા દિવસ પહેલા જ એનઆરસીનું સમર્થન કરવાના સંકેત બાદ અચાનક જ ઉદ્ધવ ઠાકરેએ પોતાનું વલણ બદલ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં એનઆરસી લાગુ નહીં થાય. શિવસેના સાંસદ સંજય રાઉતને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, એનઆરસીનો કાયદો મહારાષ્ટ્રમાં અમલી નહીં બનાવવામાં આવે. જોકે મુખ્યમંત્રીએ નાગરિકતા કાયદા પર નરમ વલણ અપનાવતા કહ્યું હતું કે, આ કાયદો કોઈ પણ ભારતીયની નાગરિકતા છીનવતો કાયદો નથી.
ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર હિંદુત્વનો નારો બુલંદ કર્યો છે. તેમણે વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, શિવસેનાએ પોતાની હિંદુત્વની વિચારધારા છોડી જ નથી કે ના તો તેની સાથે કોઈ સમજુતી કરી છે. શિવસેનાના મુખપત્ર સામનાના એડિટર સંજય રાઉત સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, અમે ક્યારેય હિંદુત્વ છોડ્યું જ નથી, ગઠબંધન કર્યું છે એનો અર્થ એ નથી કે અમે ધર્મ બદલી નાખ્યો છે. આ ઈન્ટરવ્યુ 3,4 અને 5 તારીખે તબક્કાવાર પ્રકાશીત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.