રાજ્ય સભામાં ભારે હંગામા વચ્ચે કૃષિ બિલ પાસ થયુ છે.જોકે તેનો કોંગ્રેસ સહિતના કેટલાક વિરોધ પક્ષોએ ભરપૂર વિરોધ કર્યો હતો ત્યારે વાયએસઆર કોંગ્રેસ દ્વારા બિલનુ સમર્થન કરવામાં આવ્યુ હતુ.
વાયએસઆર કોંગ્રેસના સાંસદ વી.વિજયસાઈ રેડ્ડીએ તો રાજ્યસભાના ફ્લોર પર કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જ રજૂ કર્યો હતો અને કોંગ્રેસના વિરોધને સાવ પાયાવિહોણો ગણાવ્યો હતો.
રેડ્ડીએ કોંગ્રેસની ટીકા કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસ ખેડૂતોના હિતના નામે ઢોંગ કરી રહી છે.આ જ પ્રકારનો વાયદો કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કર્યો હતો.વર્તમાન બિલમાં પણ આ જ પ્રકારના વાયદાને ધ્યાનામં રાખવામાં આવ્યા છે.
રેડ્ડીએ કોંગ્રેસે માટે ઉપયોગ કરેલા આકરા શબ્દોના કારણે કોંગ્રેસના સાંસદો ભડકયા હતા.તેમણે માંગ કરી હતી કે, રેડ્ડી પોતાના શબ્દો માટે માફી માંગે.બીજી તરફ કોંગ્રેસે આરોપ મુક્યો હતો કે, આ બિલ દ્વારા સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ સમાપ્ત કરવા માંગે છે અને કોર્પોરેટ જગતને ફાયદો પહોંચાડવા માંગે છે.બીજી તરફ ભાજપના સાંસદોએ કહ્યુ હતુ કે, સરાકર આ બિલ થકી ખેડૂતોને વધારે વિકલ્પ પૂરા પાડવા માંગે છે.જેથી તેમને તેમની ખેત પેદાશોની સારી કિંમત મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.