કોંગ્રેસના નેતા અર્ચના દાલમિયાનો ટ્વીટર પર એક વેધક સવાલ , અંગ્રેજો સાવરકર ને શેનું પેન્શન ચૂકવતા હતા

કોંગ્રેસના નેતા અર્ચના દાલમિયાએ ટ્વીટર પર એક વેધક સવાલ કર્યો હતો કે હિન્દુત્વવાદી નેતા વીર સાવરકરને અંગ્રેજો 1924માં દર મહિને રૂપિયા 60નુ્ં પેન્શન શા માટે ચૂકવતા હતા ?

અર્ચનાની આ ટ્વીટને ટ્વીટરના અન્ય ઘણા યુઝર્સ દ્વારા સમર્થન મળ્યું હતું. એક યુઝર્સે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને સીધો સવાલ કર્યો હતો કે તમને તમારા વૈચારિક પૂર્વજો પર ગૌરવ હોય તો તમને જાણ હોવી જોઇએ કે અંગ્રેજો તેમને શેનો પગાર દર મહિને ચૂકવતા હતા.

અન્ય યુઝરે લખ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં યુવાનો બ્રિટિશ સરકારના સૈન્યને મદદ કરે એ માટે યુવાનોને પ્રેરણા આપવા બદલ આ રકમ ચૂકવાતી હતી. તો ઔર એક યુઝરે લખ્યું કે ક્રાન્તિકારીઓની જાસૂસી કરીને બ્રિટિશ સરકારને એ માહિતી આપવા બદલ આ મહેનતાણું ચૂકવાતું હતું.

વિનાયક દામોદર સાવરકરે આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં નવ વરસ કેદી તરીકે વીતાવ્યા હતા. આ જેલ કાળા પાણી તરીકે ઓળકાય છે. નાસિકના ત્યારના કલેક્ટર જેક્સનની હત્યાના કાવતરામાં સાવરકર સામેલ હતા એવો તેમના પર આરોપ હતો. તેમને વિવિધ આરોપ બદલ પચીસ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

એક વર્ઝન મુજબ તેમણે જેલમાંથી બ્રિટિશ સરકારની માફી માગી લીધી હતી. સાવરકરે વાઇસરૉય લીનલીથગો જોડે ગાંધીજી, કોંગ્રેસ અને મુસ્લિમોના મુદ્દે એક સમજૂતી કરી હતી. એ સમજૂતીના એક ભાગ રૂપે બ્રિટિશ સરકાર સાવરકરને મહિને રૂપિયા 60નું પેન્શન ચૂકવતી હતી. એવો આક્ષેપ પણ છે કે સાવરકરે એકવાર નહીં છ છ વાર માફીનામું લખી મોકલ્યું હતું.

કોંગ્રેસ અવારનવાર આ મુદ્દે સવાલ કરતી રહી છે કે હિન્દુ મહાસભા અને હિન્દુત્વવાદી સંસ્થાઓ સાવરકરની કહેવાતી દગાબાજી અંગે સ્પષ્ટતા કરે. વીર સાવરકરની બહાદૂરીની વાતો કરતી સંસ્થાઓ વાસ્તવિક હકીકતો છૂપાવી રહી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.