કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધૂના પાકિસ્તાન પ્રવાસને લઈ થયો સનસનાટીપૂર્ણ ખુલાસો

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધૂનો ફરી એકવાર પાકિસ્તાન પ્રેમ ઝળકાયો છે. સિદ્ધૂના પાકિસ્તાન પ્રવાસને લઈને વધુએ એક સનસની ખુલાસો થયો છે. આ ખુલાસો આરટીઆઈના માધ્યમ દ્વારા થયો છે. આરટીઆઈ દ્વારા સામે આવેલી વિગતો પ્રમાણે નવજોત સિંહ સિદ્ધૂએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહનું બિલ પંજાબની જનતાના માથે નાખ્યું છે.

સિદ્ધુએ પોતાની પાકિસ્તાનની આ અંગત યાત્રાને સરકારી દેખાડીને પંજાબ સરકાર પાસેથી ખર્ચો વસુલ્યો છે. જાહેર છે કે, આ યાત્રા અંગે સિદ્ધુએ પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે મુલાકાત કરી હતી, જે ખુબ જ વિવાદોમાં રહી હતી.

નવજોત સિદ્ધુ છેલ્લા 18 ઓગષ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનાં શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે ગયા હતા. આ સમારંભમાં સિદ્ધુએ પાકિસ્તાનનાં આર્મી ચીફ બાજવાને ગળે પણ લગાવ્યા હતા, તે મુદ્દે ભારતમાં સિદ્ધુની ખુબ જ નિંદા થઇ હતી. હવે આ યાત્રાને લઈને વધુ એક ખુલાસો થયો છે. આરટીઆઈમાં થયેલા ખુલાસા પ્રમાણે સિદ્ધુએ પાકિસ્તાન યાત્રાનો ખર્ચ પંજાબ સરકારના પૈસે કર્યો હતો. પ્રાપ્ત કરવા માટેની માહિતી એક આરટીઆઇ દ્વારા મળી છે. અશ્વિની ચાવલા દ્વારા દાખલ આરટીઆઇ પરથી માહિતી મળી છે કે નવજોત સિદ્ધુએ ગત્ત વર્ષે 17 ઓગષ્ટથી 19 ઓગષ્ટ દરમિયાન કરવામાં આવેલી પાકિસ્તાન યાત્રાને સરકારી યાત્રા ગણાવી અને આ યાત્રા માટે સરકાર પાસેથી મળતા ભથ્થા પણ મેળવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.