કોંગ્રેસના પ્રવક્તા અને આગેવાન સંજય ઝા કોરોનાની ચપેટમા આવી ગયા છે.
તેમણએ પોતે આ જાણકારી આપતા કહ્યુ હતુ કે, મારામાં કોરોનાના કોઈ લક્ષણ નથી પણ હું કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયુ છે. હું હવે આગામી 10 થી 12 દિવસ મારા ઘરમાં જ ક્વોરેન્ટાઈન થઈને રહીશ.
સાથે સાથે ઝાએ કહ્યુ હતુ કે, કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના જોખમને હળવાશથી લેવાની જરુર નથી.આપણે આપણુ ધ્યાન રાખવુ પડશે.
સંજય ઝાને કોરોના થતા કોંગ્રેસમાં ખળભળાટ છે.તેઓ કોંગ્રેસના પ્રવક્તા હોવાની સાથે સાથે ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ મહારાષ્ટ્રના અધ્યક્ષ પણ છે. તેઓ નેશનલ હેરાલ્ડ સહિતના અખબારોમાં કોલમ પણ લખે છે. ટીવી ચેનલો પરની ડિબેટમાં પણ તેઓ જોવા મળતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.