ભાજપે આજે ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી. અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને તક અપાઈ છે. આ બાજુ કોંગ્રેસમાં રાજ્યસભાની બેઠક માટે કોને તક આપવી તે મુદ્દે ભારે જદ્દોજહેમત ચાલી રહી છે. કોંગ્રેસની ઉમેદવારી માટે કોળી સમાજનું લોબિંગ ચાલી રહ્યું છે. કોળી સમાજ નારાજ જણાઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસમાં પહેલા જેવું કોળી સમાજનું પ્રભુત્વ નથી. કોળી સમાજના આગેવાનો આજે ગાંધીનગરમાં ભેગા થયા અને એક બેઠક યોજાઈ.
ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના ધારાસભ્યો અને સમાજના આગેવાનોની આ બેઠક યોજાઈ જેમાં પૂજાભાઈ વંશ, ઋત્વિજ મકવાણા, કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય સોમાભાઈ પટેલ, રાજેશ ગોહિલ, વિમલ ચૂડાસમા, બાબુભાઈ વાજા હાજર રહ્યાં હતાં.
લીમડાના ધારાસભ્ય સોમાભાઈ પટેલે કહ્યું કે કોળી સમાજના આગેવાનો ભેગા થયા છે. કોંગ્રેસમાં પહેલા જેવું કોળી સમાજનું હાલ પ્રભુત્વ નથી. તેમણે કહ્યું કે સંગઠનના માળખામાં પણ કોળી સમાજને કોઈ મહત્વ આપતું નથી. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ દ્વારા સૌરાષ્ટ્રના કોળી સમાજને મહત્વ આપવામાં આવે છે પરંતુ કોંગ્રેસે સૌરાષ્ટ્રના કોળી સમાજને ક્યારેય રાજ્યસભામાં સ્થાન આપ્યું નથી. તેમણે કહ્યું કે રાજ્યસભામાં જવાની મારી તૈયારી અને ઈચ્છા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.