કોંગ્રેસે નીતિન પટેલને ગુજરાતના સીએમ બનાવવાની કરી ઓફર, કહ્યું આખી કોંગ્રેસ તેમની સાથે છે

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપેલા નિવેદન અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, નીતિનભાઈના દર્દ સાથે હું સહમત છું. નીતિનભાઈ એકલા નથી આખી કોંગ્રેસ તેમની સાથે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કર્યુ છે. અને તેઓ 15 ધારાસભ્યો લઈને આવે તો મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે. વિરજી ઠુમ્મરે આ પ્રકારની પ્રતિક્રિયા એવા સમયે આપી જ્યારે નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, એક બાજુ બધા નેતા અને બીજી બાજુ હું એકલો.

ભાજપ સરકારમાં આંતરિક ખટપટ ચાલી રહી છે તેનો ઇશારો ખુદ નાયબ મુખ્યમંત્રીએ કરી દીધો છે. અમદાવાદમા વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમ વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓને નિશાન તાકીને કહ્યું કે, હું એકલો છુંને,સામે ઘણાં બધા છે છતાંયે હું ઉભો છું. ઘણાં લોકોને હું ગમતો નથી. આ નિવેદન કરી નીતિન પટેલે કોની તરફ ઇશારો કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.

પાટીદાર સમાજના કાર્યક્રમના મંચ પરથી નાયબ મુખ્યમંત્રીએ એવો સંદેશો વહેતો કર્યો કે, મને એકલો પાડવામાં આવી રહ્યો છે. પૂછી લો,આ બધાને .રોજ પેપર અને ટીવીમાં જોતા હશો કે,બધા એક બાજુને,હું એકલો છું. પણ મા ઉમિયાના આર્શિવાદથી હું અહીં છું.પાટીદારનુ લોહી છું. તેમણે એમ પણ કહ્યું કે, ઘણાં લોકોને હું ગમતો નથી.મને ભૂલાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ હું કોઇને ભુલતો નથી.જયાં પહોચ્યો છું તે એમ ને એમ નથી પહોચ્યો. સામાજિક કાર્યક્રમમાં આડકતરો ઇશારો કરીને નાયબ મુખ્યમંત્રીએ શિર્ષ નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.