કોંગ્રેસે ઓફર કરેલી 1000 બસોમાંથી 460 બોગસ, યુપી સરકારનો ગંભીર આરોપ

યુપીના ઔરેયામાં થયેલા તાજેતરના અકસ્માતમાં 26 પ્રવાસી મજૂરોને જીવ ગુમાવવા પડ્યા હતા.

એ પછી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ  યુપી સરકારને એક પત્ર લખીને મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે યુપીમાં રાજસ્થાનની 1000 બસ ચલાવવા માટે ઓફર કરી હતી.

યુપી સરકારે આ ઓફર સ્વીકારી બસોની, તેના ચાલકોની એમ તમામ વિગતો મોકલવા માટે કહ્યુ હતુ.જેના જવાબમાં કોંગ્રેસે આ તમામ બસોના રજિસ્ટ્રેશન નંબર મોકલ્યા હતા.

જોકે હવે આ મુદ્દો રાજકીય લડાઈમાં ફેરવાઈ ગયો છે.કારણકે યુપી સરકારના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ આરોપ મુક્યો છે કે, કોંગ્રેસે જે 1000 બસોના નંબર મોકલ્યા છે તેમાંથી 460 બોગ સ છે.297 બસો ભંગાર છે અને 68 બસોના પેપર જ નથી.

તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસે મોકલેલા લિસ્ટને ચેક કર્યા બાદ આ વિગતો સામે આવી છે.460 બસો બોગસ નીકળી છે.આપત્તિ વખતે આ પ્રકારની શરમજનક મજાક કદાચ અન્ય કોઈ પાર્ટીએ આ પહેલા કરી નથી.

બીજી તરફ બોગસ લિસ્ટ મોકલવા બદલ પ્રિયંકા ગાંધીના અંગત સચિવ તેમજ યુપી કોંગ્રેસ અધ્યક્ષ સામે યુપી સરકાર દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.