રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાને લઈને વધુ એક કોંગ્રેસના સભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગઈ કાલે તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો.
કોંગ્રેસમાં કોરોનાને લઈને થતી મીટીંગોને પગલે ક્યાંક કોરોનાનું સંક્રમણ લાગ્યું તો નથી તે માટે પ્રદેશ પ્રમુખને પણ શંકા જતા તેમણે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
અમિત ચાવડાને પણ ઈમરાન ખેડાવાલા મળ્યા હતા.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ ઈમરાન ખેડાવાલા મળ્યા હતા. તો એ સમયે તેઓ પોઝીટીવ હતા કે નહીં તે ખબર ન હોતી એટલે અમિત ચાવડાએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ગઈકાલે અમિત ચાવડાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
તેમનો રિપોર્ટ ન આવ્યો ત્યાં સુધી થોડી અજંપાભરી સ્થિતિ વચ્ચે આજે અમિત ચાવડાનો રિપોર્ટ આવ્યો છે. તેઓ તંદુરસ્ત છે. તેમનામાં હાલ કોરોનાના કોઈ પોઝીટીવ લક્ષણો નથી. તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી સાથે મીટીંગ કરવા પણ ગયા હતા
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની તબિયત સારી ન રહેતાં તેઓએ કરાવેલા ટેસ્ટ બાદ તેઓ અમદાવાદની સમીક્ષા મિટીંગમાં મુખ્ય મંત્રી, ગૃહમંત્રી સાથે બેઠક પૂર્ણ થયાના થોડા જ સમયમાં તેઓનો રિપોર્ટ આવ્યો.
તેઓ કોરોના પોઝીટીવ હોઈ તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો તેમની સાથે મીટીંગમાં ગયેલા અમદાવાદના કોર્પોરેટર બદરૃદિન શેખનો પણ કોરોના રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી સાથે મીટીંગ કરવા પણ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.