કોંગ્રેસના સાંસદોની બેઠકમાં માગ, રાહુલ ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બને

દેશની વર્તમાન રાજકીય સ્થિતિ અને કોરોના સંક્રમણ અંગે ચર્ચા કરવા માટે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસના સાંસદો સાથે એક ઓનલાઈન બેઠક યોજી હતી.

મળતી વિગતો પ્રમાણે આ બેઠકમાં કોંગ્રેસના સંખ્યાબંધ સાંસદોએ માંગ કરી હતી કે, રાહુલ ગાંધીએ ફરી પાર્ટીનુ નેતૃત્વ સંભાળી લેવુ જોઈએ.કોંગ્રેસના સાંસદો ગૌરવ ગોગોઈ, કે સુરેશ , અબ્દુલ ખાલિક તથા બીજા કેટલાક સાસંદોએ રાહુલ ગાંધીને આગ્રહ કર્યો હતો કે, તેઓ ફરી કોંગ્રેસના અધ્યક્ષ બને. દિગ્વિજય સિંહે પણ આવી જ વાત કરી હતી.

આ બેઠકમાં કોંગ્રેસના સાંસદો અને નેતાઓએ  લદ્દાખમાં ચીન સાથેના ટકરાવ, કોરોના સંકટના મુદ્દે સરકારને ઘેરવા માટેના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં પણ રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગહેલોટે પણ આવી જ માંગ કરી હતી.જેનુ બીજા નેતાઓએ પણ સમર્થન કર્યુ હતુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.