કોંગ્રેસે 5 કરોડ લોકોને જોડવા માટે બનાવી ‘સ્પેશિયલ એપ’, ભાજપની જેમ નહીં કરે મિસ કોલ

દેશભરમાં પાંચ કરોડ લોકોને પોતાની સાથે જોડવાના લક્ષ્યની સાથે સદસ્યતા અભિયાન શરૂ કરનારી કોંગ્રેસે તેના માટે એક વિશેષ એપ તૈયાર કરી છે. જે હેઠળ તે પોતાના નવા સભ્યોનો વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરશે. આ નવો ડેટાબેઝ નવા સભ્યોના વર્ગ અને કાર્યના આધારે તૈયાર કરવામાં આવશે. 

સદસ્યતા અભિયાન સાથે જોડાયેલા સૂત્રો મુજબ, પાર્ટી તરફથી તૈયાર કરવામાં આવેલ આ નવી એપનું નામ ‘ઓફિશિયલ આઇએનસી મેમ્બરશિપ’ છે. જેમની શરૂઆત આગામી 4 નવેમ્બરે થઇ શકે છે. આ એપને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મંજૂરી પણ મળી ગઇ છે.

આ એપ તૈયાર કરનાર ટીમના એક પદાધિકારીએ કહ્યું, કોંગ્રેસ ભાજપની જેમ મિસ્ડ કોલ દ્વારા નહીં, પરંતુ આ એપના માધ્યમથી વાસ્તવિક સભ્ય બનાવવા માંગે છે. આ એપ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત સૌથી પહેલા છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં થશે. ત્યારબાદ દેશના બીજા રાજ્યોમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. આ એપના માધ્યમથી કોંગ્રેસની સદસ્યતા લેનારી વ્યક્તિનો પહેલા ફોન નંબર નાંખવામાં આવશે અને ત્યારબાદ તેની તસવીર લેવામાં આવશે. બાદમાં વર્ગ અને કાર્યના વિકલ્પોમાંથી સંબંધિત વિકલ્પને ભર્યા બાદ તેના સદસ્યતા ફોર્મને સબમિટ કરી દેવામાં આવશે.

એપમાં ‘સામાન્ય, ઓબીસી, એસસી, એસટી, લઘુમતી અને અન્ય’ ના હેઠળ નવા સભ્યોએ પોતાના વર્ગનો ઉલ્લેખ કરવો પડશે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું, પાર્ટી પોતાના સભ્યોનો એક વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરવા માંગે છે. તેથી આ એપ દ્વારા સદસ્યોના વર્ગ અને કાર્યની પણ જાણકારી લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.