કૉંગ્રેસે શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ, અમિત ચાવડા નરાજ નેતાઓને મળ્યા

ગુજરાતમાં છ વિધાનસભા પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને પગલે કોંગ્રેસ પાર્ટીમાં કકળાટ ઉભો થયો હતો. પરંતુ હવે આ કકળાટને ડામવા માટે ખુદ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા મેદાનમાં ઉતર્યાં છે. અમિત ચાવડા કૉંગ્રેસ પાર્ટીથી નારાજ રહેલા નેતાઓ સાથે વન ટુ વન મુલાકાત કરી રહ્યા છે. નોંધનીય છે કે કૉંગ્રેસના પ્રવક્તા અને મુસ્લિમ અગ્રણી બદરૂદ્દીન શેખ સહિત 13થી વધુ લોકોએ નારાજગીના પગલે પોતાના પદ પરથી તાજેતરમાં રાજીનામાં ધરી દીધા છે.

ગુરુવારે મોડીરાત્રે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સુરતથી સીધા બદરૂદ્દીન શેખની ઓફિસે પહોચ્યાં હતાં. અહીં તેમણે તમામ નારાજ મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, વિપક્ષ નેતા દિનેશ શર્મા, મહામંત્રી ઇકલાબ શેખ સહિત મુસ્લિમ અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તમામ નારાજ નેતાઓ વન ટુ વન સાંભળ્યા હતા. એટલું જ નહીં પાર્ટીમાં તમામ લોકોને માન સન્માન મળશે તેવી ખાતરી આપી હતી. સાથે જ તેમણે પાર્ટીના કામે લાગી જવાની અપીલ પણ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા કોંગ્રસ પ્રવક્તા જયરાજસિંહ પરમારની પણ નારાજગી ખુલીને સામે આવી હતી, પરંતુ તેમને મનાવામાં કૉંગ્રેસ પ્રમુખ સફળ રહ્યા હતા. જે બાદમાં ખેરાલુ બેઠક માટે જયરાજસિંહ પરમારે પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.