ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. અને આ વખતે તેઓએ સોશિયલ મીડિયામાં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણના એક નિવેદન પર કટાક્ષ કરતાં વિવેકભાન ભૂલ્યા હતા. અને એક ધારાસભ્યને ન છાજે તેવા શબ્દોમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું તેઓએ વાયગ્રા સહિત ફેંકવામાં પીએમ મોદી સાથે નિર્મલા સીતારમણની તુલના કરી હતી.
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાઈરસને લઈ એક પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસને કારણે દેશમાં મોંઘવારી વધશે. વિત્ત મંત્રીના આ નિવેદનના પેપર કટીંગ પર લલિત વસોયાએ ફેસબૂક પર કટાક્ષ કરતી એક પોસ્ટ મૂકી હતી. આ નિવેદનનાં સંદર્ભમાં વસોયાએ લખ્યું કે, એલા…એ…ય…આ ક્યાંક હવે એવું ન કહે તો સારું વાયગ્રાને કારણે ભારતમાં વસ્તી વધી. મોદી પછી ફેંકવામાં આને જરૂર ગોલ્ડ મેડલ મળે.ઉલ્લેખનીય છે કે, ધોરાજીનાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અવારનવાર પોતાના નિવેદનો અને કામગીરીને કારણે સતત ચર્ચામાં રહેતા આવ્યા છે. આ અગાઉ ફાયરિંગ કરતો તેમનો એક વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ તેઓએ આ મામલે ખુલાસો કરવો પડ્યો હતો. તેવામાં હવે કટાક્ષ કરવામાં તેઓ ભાન ભૂલતાં વિવાદનો જન્મ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.