કોંગ્રેસી નેતા અધીર રંજને ટ્રમ્પને બોલીવુડ વિલન ‘મોગેમ્બો’ સાથે સરખાવતા વિવાદ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ 24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. તેમના આગમનને લઈને થઈ રહેલી તૈયારીઓ પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધીરીએ શનિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્રમ્પની સરખામણી હિન્દી ફિલ્મોના વિલન મોગેમ્બો સાથે કરી. ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં સ્વર્ગસ્થ અભિનેતા અમરીશ પુરીએ આ રોલ ભજવ્યો હતો. ચૌધરીએ દાવો કર્યો કે કેન્દ્ર સરકાર મોગેમ્બોને ખુશ કરવા માટે બધુ કરી રહી છે. બીજી તરફ છત્તીસગઢના મુખ્યમંત્રી બધેલઆ પ્રવાસને અમેરિકાનીરાષ્ટ્રપતિ ચૂંટણીનો એક ભાગ ગણાવ્યો છે.

અધીર રંજને મુર્શિદાબાદમાં કહ્યું સરકારે ખજાનામાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની શું જરૂર છે ? ટ્રમ્પને ખુશ કરવા માટે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોને છુપાવવા અથવા તો ત્યાંથી જવા માટે શાં માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. શું આ વ્યવહાર યોગ્ય છે ? ગુજરાતનો મોદીએ બીજા માટે એક મોડલના રૂપમાં વિકાસ કર્યો હતો, જોકે ગરીબોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ બધુ મોગેમ્બોને ખુશ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. અમે મોદી સરકારની વિરુદ્ધ વિરોધ કરીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.