કોંગ્રેસી નેતાએ કર્યું નવી શિક્ષણ નીતિનું સમર્થન, રાહુલથી માફી માંગતા કહ્યું- ‘હું રોબોટ નથી’

‘હું ભાજપમાં નથી જોડાઈ રહી. સંઘ સાથે જોડાયેલા લોકો આરામ કરી શકે છે પરંતુ તેમણે આનંદિત ન થવું જોઈએ. હું ભાજપમાં નથી જોડાઈ રહી’

 

કેન્દ્ર સરકારે બુધવારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી હતી. એક તરફ અનેક રાજકીય દળો દ્વારા તેને વધાવી લેવામાં આવી હતી ત્યારે બીજી બાજુ કેટલાક પક્ષ દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસી નેતા ખુશ્બૂ સુંદરે મોદી સરકારની નવી શિક્ષણ નીતિનું સ્વાગત કર્યું છે. આ ઉપરાંત તેમણે પાર્ટી લાઈનથી અલગ જવાને લઈ ટ્વિટ કરીને રાહુલ ગાંધીની માફી પણ માંગી છે.

ખુશ્બૂએ શિક્ષણ નીતિ અંગે ચાર ટ્વિટ કર્યા હતા. પહેલી ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, ‘નવી શિક્ષણ નીતિ 2020 અંગે મારા વિચારો મારી પાર્ટીથી અલગ છે અને તેના માટે હું રાહુલ ગાંધીની માફી માંગુ છું પરંતુ હું કઠપૂતળી કે રોબોટની જેમ માથું હલાવવાના બદલે તથ્યો અંગે વાત કરૂં છું. દરેક વાતે આપણે આપણા નેતા સાથે સહમત ન હોઈ શકીએ પરંતુ એક નાગરિક તરીકે બહાદૂરીપૂર્વક પોતાનું મંતવ્ય રજૂ કરવાનું સાહસ ધરાવીએ છીએ.’

બીજી ટ્વિટમાં કોંગ્રેસી નેતાએ કહ્યું કે, ‘રાજકારણ ફક્ત શોરબકોર કરવા માટે નથી. ભાજપ, વડાપ્રધાન કાર્યાલયે આ સમજવું પડશે અને આ અંગે મળીને કામ કરવું પડશે.’ વિપક્ષ તરીકે અમે આ અંગે વિસ્તારપૂર્વક ધ્યાન આપી ખામીઓ પણ કાઢીશું. ભારત સરકારે નવી શિક્ષણ નીતિ સાથે સંકળાયેલી ખામીઓને લઈ બધાને વિશ્વાસમાં લેવા જોઈએ.

ખુશ્બૂએ જણાવ્યું કે તેઓ સકારાત્મક પાસાને જોવાનું પસંદ કરે છે. તેમણે કહ્યું કે, ‘હું સકારાત્મક પાસાઓને જોવાનું પસંદ કરૂં છું અને નકારાત્મક વસ્તુઓ પર કામ કરૂં છું. આપણે સમસ્યાઓના સમાધાનની રજૂઆત કરવાની છે, ફક્ત અવાજ જ મોટો નથી કરવાનો. વિપક્ષનો મતલબ દેશના ભવિષ્ય માટે કામ કરવું તેવો પણ થાય છે. હું અટલજીની જિંદગીમાંથી એક અંશ લેવા ઈચ્છીશ.’

તેમણે આગળ જણાવ્યું કે, ‘હું ભાજપમાં નથી જોડાઈ રહી. સંઘ સાથે જોડાયેલા લોકો આરામ કરી શકે છે પરંતુ તેમણે આનંદિત ન થવું જોઈએ. હું ભાજપમાં નથી જોડાઈ રહી. મારું મંતવ્ય મારી પાર્ટી કરતા અલગ હોઈ શકે છે પરંતુ હું મારા પોતાના વિચારો ધરાવતી વ્યક્તિ છું. નવી શિક્ષણ નીતિમાં કેટલીક જગ્યાએ ખામીઓ છે પરંતુ મને હજુ પણ લાગે છે કે આપણે સકારાત્મકતા સાથે બદલાવને જોઈ શકીએ છીએ.’

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 29 જુલાઈના રોજ 35 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ પર મહોર મારી છે. આશરે બે લાખ જેટલા સૂચનોના આધારે નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. તે અંતર્ગત હવે 10+2ને અલગ અલગ ફોર્મેટ 5+3+3+4ના ફોર્મેટમાં બદલી દેવામાં આવ્યું છે. તમામ સંસ્થાઓ માટે પ્રવેશ પરીક્ષા યોજાશે. તે સિવાય તમામ સંસ્થાઓ માટે પ્રવેશ પરીક્ષા યોજાશે. તે સિવાય ક્ષેત્રીય ભાષાઓમાં પણ ઓનલાઈન કોર્સ થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.