લોકો તો ઠીક છે પણ નેતાઓ પણ કોરોના વાયરસના પગલે લાગુ થયેલા લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે.
લોકડાઉનના નિયમોનો ભંગ કરીને ટોળુ ભેગુ કરવાના આરોપસર શનિવારે અમરોહા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રહી ચુકેલા સચિન ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમના પર દારુ પીને ધમાલ કરવાનો પણ આરોપ મુક્યો છે.
સચિન ચૌધરીનુ કહેવુ છે કે, દિલ્હી અને હરિયાણાથી મોટી સંખ્યામાં મજૂરો હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે. શનિવારે હાઈવે પર ભેગી થયેલી ભીડને મદદ કરવા માટે હું ગયો હતો. જે જોઈને પોલીસે ભીડ ઓછી કરવાનુ કહ્યુ તો ટોળાએ હંગામો કરવા માંડ્યો હતો.
બીજી તરફ પોલીસે આરોપ મુક્યો છે કે, નેતાએ શરાબના નશામાં પોલીસ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. એ પછી સચિન ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. પાછળથી પોલીસે સ્પષ્ટતા કરી હતી કે, મેડિકલ પરિક્ષણમાં નેતાએ દારુ પીધા હોવાની વાતને સમર્થન મળ્યુ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.