પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પોતાની જ પાર્ટીના નેતાઓ પર ભડાસ કાઢી છે. સલમાન ખુર્શીદે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી અને કોંગ્રેસના નેતાઓની જ ઝાટકણી કાઢી હતી. તેઓએ કહ્યું કે વ્યક્તિગત વિશ્વાસપાત્રતા અને રાજકીય રણનીતિ વિશે કંઇ જાણતા ન હોય તેવા લોકો મને જ્ઞાન આપે ત્યારે હેરાની થાય છે.
એટલે હું એકવાર તેમને જણાવવા માગું છું કે હું વિશ્વાસ અને નિષ્ઠાને ભરોસો અને વ્યક્તિગત પસંદગી માનું છું. આ સમયે મતભેદથી નીકળી અને આગળ વધવાનો છે. ગંભીર ક્ષણોમાં રાજકીય ચુપ્પી સમજદારી કહેવાય છે પરંતુ સાથે સાથે બોલવું પણ ભવિષ્ય માટે જરૂરી હોય છે.
રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ તરીકે કરવી જોઇએ વાપસી
સલમાન ખુર્શીદે કહ્યું કે કોંગ્રેસ ભાજપ જેવી પાર્ટી નથી અને ન બનવું જોઇએ. મહાત્મા ગાંધીની વિરાસત બચાવવા માટે આપણે મોટા સંઘર્ષની તૈયારી કરવી પડશે, અને વિરોધ અને મીડિયા ભલે કંઇ પણ કહે પરંતુ હું માનું છું કે રાહુલ ગાંધીએ આ વિશાળ પાર્ટીના અધ્યક્ષ તરીકે વાપસી કરવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.