સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને આજે ગુજરાતમાંથી સ્પષ્ટ જાકારાનો જનાદેશ મળ્યો છે.
આજના પરિણામ પછી કોંગ્રેસમાં ધડાધડ રાજીનામાં પડવાના શરૂ થઈ ગયા હતા અને જેના પછી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન પણ આવ્યું હતું, જો કે હવે એક મોટી ઘટનામાં આજે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો
6 મનપાના પરિણામ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અમિત ચાવડાએ કહ્યું કે જનતાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ.સાથે જ તેમણે એ વાત પણ કબૂલી કે અપેક્ષા કરતા વિપરીત પરિણામ આવ્યા એટલે શહેરી વિસ્તારમાં સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરીશું, અને શહેરી વિસ્તારના પ્રશ્નો ઉજાગર કરવા મહેનત કરીશું, અમિત ચાવડાએ તમામ મતદારોનો આભાર માન્યો હતો. નોંધનિય છે કે રાજકોટ અને સુરતમાં કોંગ્રેસે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. અમદાવાદ, વડોદરામાં પણ કોંગ્રેસની બેઠકોમાં મોટો ઘટાડો જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.