કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીએ જબરુ બાફ્યું, ડુંગળીના ભાવને લઈ કહ્યું કે…

કોંગ્રેસ દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાવો રેલીમાં પાર્ટી નેતા રાહુલ ગાંધીએ પોતાના ‘રેપ કેપિટલ’વાળા નિવેદન પર સ્પષ્ટપણે માફી માંગવાની ના પાડી દીધી અને કહ્યું કે મને સંસદમાં ભાજપે સાચી વાત બોલતાં માફી માંગવા માટે કહ્યું…મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે. હું માફી નહી માંગૂ. આ સાથે જ તેમણે પીએમ નરેંદ્ર મોદી અને તેમની સરકાર પર વિભિન્ન મુદ્દાઓને લઇને પ્રહાર કર્યા.

જોકે આ ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ લોચો માર્યો હતો. રાહુલ ગાંધી ડુંગળીને લઈ બોલતા બોલતા ભુલ કરી બેઠા હતાં.

રાહુલ ગાંધીએ આજે દિલ્હીના રામલીલા મેદાન ખાતે પોતાના રેપ કેપિટલવાળા નિવેદન પર ભાજપ તરફથી માંગવની માંગને લઇને કહ્યું હતું કે, પોતાના નિવેદન માટે ક્યારેય માફી નહી માંગું. મરી જઇશ, પરંતુ માફી નહી માંગુ. ના તો કોંગ્રેસી માફી નહી માંગે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે., સૌથી પહેલાં આ દેશની આત્મા આ દેશની અર્થવ્યવસ્થા હતી, જે આજે રહી નથી. પહેલાં દુનિયા અમારી તરફ જોતી હતી અને કહેતી હતી કે ભારતમાં આ શું (આર્થિક વિકાસ) થઇ રહ્યું છે. અલગ-અલગ ધર્મો, જાતિઓ અને વિચારધારાઓવાળો આ દેશ 9 ટકા જીડીપી પર કેવી રીતે ચાલી રહ્યો છે. ચીન અને ભારતનું ભવિષ્ય. હવે આ જુઓ ડુંગળીને પકડીને બેઠા છે. આજે ડુંગળી 200 રૂપિયે કિલો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.