ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસિય સત્રનો આરંભ સોમવારથી થઈ રહ્યો છે, પાકવીમા, ખેડૂતોને સહાય, સરકારી ભરતીમાં ગેરરીતિઓના મુદ્દે કોંગ્રેસે પહેલા દિવસે ગાંધીનગરમાં કૂચ કરીને વિધાનસભા ઘેરવાનું એલાન કર્યું છે. આથી, ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
શનિવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના સભ્યોએ સર્વાનુંમતે ત્રણ દિવસની કામગીરીનો એજન્ડા નક્કી કર્યો હતો.
જો કે, વિપક્ષના નેતાએ સત્રના દિવસો વધારવા માંગણી કરી હતી. જેનો સ્વિકાર કરવામાં આવ્યો નથી. તેમ કહેતા વિપક્ષના નેતાએ રાજ્યમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ પરેશાન છે ત્યારે સોમવારે કોંગ્રેસ ગાંધીનગરમાં કૂચ કરીને તેમના અવાજનો પડઘો પાડશે, સરકારની નિષ્ફળતાઓને ઉઘાડી પાડવા વિધાનસભા ઘેરવાનું પણ તેમણે જાહેર કર્યું હતુ.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિપક્ષની કૂચ અને ઘેરાવની આકરી ટીકા કરતા જણાવ્યુ હતુ કે કેટલાક નાના મોટા પ્રશ્નો સંદર્ભે યુવાનોને ગુમરાહ કરીને કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે. આવા પ્રયાસોને સરકાર સહેજે ચલાવી લેશે નહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.